શિકારી પક્ષીઓ નાના પક્ષીઓ અને પ્રાણીઓનો શિકાર કરે છે અને માત્ર માંસાહાર કરે છે. સૌથી ઊંચે ઉડનારા અને સૌથી મોટા કદનાં આ પક્ષીઓની અન્ય વિશેષતાઓ પણ રસપ્રદ છે.
શિકારી પક્ષીઓ અન્ય શિકારી પક્ષીઓની હદમાં માળા બાંધતાં નથી. તેઓ પોતાના રેહણાંકની હદનું મોટા અવાજ કરીને સતત ઊડતા રહી સીમાંકન કરે છે. અન્ય પક્ષીઓને પોતાની હદમાં આવવા દેતા નથી. મોટા શિકારી પક્ષીઓને ખોરાકની વધુ જરૂર પડે છે એટલે વિસ્તાર પણ મોટો, ગોલ્ડન ઇગલનું ક્ષેત્ર લગભગ ૨૫ ચોરસ કિલોમીટર હોય છે.
નાના બાજ અને ઘુવડ જેવા શિકારી પક્ષીઓ પોતાની હદમાં સમૂહમાં રહે છે.
શિકારી પક્ષીઓના પીંછા બરછટ અને લગભગ કાળા કે રાખોડી હોય છે તે આકર્ષક કે રંગીન હોતાં નથી.
શિકારી પક્ષીઓનાં બચ્ચાં પુખ્ત થાય ત્યાં સુધી નબળાં અને નિસહાય હોય છે. ઊડતાં શીખે પછી જ શક્તિશાળી બને છે.
શિકારી પક્ષીઓની દૃષ્ટિ તીવ્ર હોય છે. આકાશમાં ઊડતાં આ પક્ષીઓ જમીન પરના નાના ઉંદરને પણ જોઇ શકે છે. પાણીમાં તરતી માછલીને આ શિકારી પક્ષીઓ સીધી દૃષ્ટિએ જોઇ શકે છે. વક્રીભવનની અડચણ તેને નડતી નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33gkERA
ConversionConversion EmoticonEmoticon