આણંદ,તા.14 ઓક્ટોમ્બર 2019, સોમવાર
આણંદ જિલ્લમાંથી યુવક-યુવતીઓ તથા બાળકોના ગુમ થવાનો સીલસીલો યથાવત રહેતા વધુ સાત યુવક-યુવતીઓ ગાયબ થવાની ઘટનાઓ ઉજાગર થવા પામી છે ત્યારે આ મામલે આણંદ જિલ્લાના જુદા-જુદા પોલીસ મથકોમાં જાણ કરવામાં આવતા પોલીસે જાણવાજોગ નોંધ લઈ શોધખોળ હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ નજીક કરમસદ ખાતે મેપલ ઓએસીસ બ્લોક નં.૪માં રહેતા વિરેન કૌશિકભાઈ જોષીના પત્ની દર્શનાબેન (ઉં.વ.૨૭) ગત તા.૧૨મીના રોજ ઘરેથી નોકરી જવા માટે નીકળ્યા હતા. જે સાંજે નોકરી પરથી ઘરે પરત ન ફરતા વિરેનભાઈએ નોકરીના સ્થળ સહિત આજુબાજુના વિસ્તારોમાં તેમજ સગાસંબંધીઓને ત્યાં શોધખોળ હાથ ધરતા તેમનો ક્યાંય પત્તો ન લાગતા તેમણે વિદ્યાનગર પોલીસ મથકે જાણ કરી હતી. તદ્ઉપરાંત ઉમરેઠ તાલુકાના ઘોરા ગામ ખાતે ક્ષેમકલ્યાણી ફાર્મહાઉસમાં રહેતા વિરેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ મહીડાના પત્ની સીમાબેન (ઉં.વ.૨૨) ઘરેથી કોઈક કારણસર કોઈને કહ્યા વિના ચાલી નીકળ્યા હતા. આ અંગે વિરેન્દ્રસિંહે ઉમરેઠ પોલીસ મથકે જાણ કરી હતી તથા ઉમરેઠ તાલુકાના સુરેલી ગામે રહેતા લાલજીભાઈ બુધાભાઈ પરમારના પત્ની ખેતરમાં ઘાસ લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા.
જે મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા આ અંગે લાલજીભાઈ પરમારે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તદ્ઉપરાંત ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે રતનજીની ખડકીમાં રહેતા રાવજીભાઈ રામાભાઈ પટેલની દિકરી દિપાલી ગત તા.૯મીના રોજ ઘરેથી કોઈને કહ્યા વિના ક્યાંક ચાલી નીકળી હતી. જે અંગે રાવજીભાઈ પટેલે ભાલેજ પોલીસ મથકે જાણ કરેલ છે. જ્યારે આણંદ નજીક ગામડી ખાતે રહેતો અતુલ પુનમભાઈ પરમાર (ઉ.વ.૨૭) (રહે. રણછોડજી મંદિર સામે, મુખી ફળીયામાં) ગુમ થઈ જતા આણંદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે તથા હરીહીલ્સ સોસાયટીમાં રહેતી ૨૦ વર્ષીય જાનવી ભાવિનભાઈ પટેલ તેમજ નાપાડ તળપદમાં રહેતી પિન્કી હિતેષભાઈ પટેલ (ઉં.વ.૧૯) ગુમ થઈ જતા આણંદ શહેર તેમજ રૂરલ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે ગુમ થયેલ તમામની શોધખોળ હાથ ધરેલ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32icPdQ
ConversionConversion EmoticonEmoticon