જાહ્નવી કપૂર પિતાની ફિલ્મમાં 'બોમ્બે ગર્લ'ના પાત્રમાં જોવા મળશે


(પ્રતિનિધિ દ્વારા)         મુંબઇ, તા. 08 ઓક્ટોમ્બર 2019, મંગળવાર

જાહ્નવી કપૂરની  એક જ ફિલ્મ રીલીઝ થઇ છે, પરંતુ તે હાલ ઘણી ફિલ્મોમાં કામ કરી રહી છે. હાલમાં જાહ્નવીની પાસે ગુંજન સકસેનાની બાયોપિક 'ધ કારગિલ ગર્લ', તખ્ત, દોસ્તાના ટુ', રૃહી અફઝા  ફિલ્મો છે. હવે આ યાદીમાં એક વધુ ફિલ્મનો ઉમેરો થયો છે. તે પિતા બોની કપૂરના પ્રોડકશન હેઠળ બનનારી ફિલ્મમાં પ્રથમ વખત કામ  કરવાની છે. મળેલી માહિતીના અનુસાર, બોની કપૂર અને નિર્માતા મહાવીર જૈન મળીને બે પેઢીઓ વચ્ચે અંતર દાખવતી એક ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું 'નામ બોમ્બે ગર્લ' છે, જેમાં જાહ્નવી મુખ્ય પાત્રમાં જોવા મળશે. 

આ ફિલ્મમાં જાહ્નવી એક વિદ્રોહી યુવતીનું  પાત્ર ભજવશે. આ ફિલ્મનું દિગ્દર્શન સંજય ત્રિપાઠી કરવાનો છે. આ ફિલ્મ બે પેઢી વચ્ચેના અંતર દેખાડવાની સાથેસાથે તેમની વચ્ચેના સંબંધો પણ મજબૂત કરવાનો સામાજિક સંદેશો આપશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35iMJtq
Previous
Next Post »