* કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા ફુદીનાના પાન અંજીર સાથે ચાવી ચાવીને ખાવા
* ફુદીનાના તાજા રસમાં પાણી સાથે ભેળવી સવાર સાંજ કોગળા કરવા આ કુદરતી માઉથ વોશ સાબિત થયું છે.
* બીટના પાનનો રસ મધમાં ભેળવી દાદર પર લગાડવાથી રાહત થાય છે.
* એનિમિયાથી પીડાતી વ્યક્તિ એક એક ચમચો બીટનો રસ દિવસમાં ત્રણ વખત પીએ તો રક્તમાં લાલકણની માત્રા વધે છે. બીટમાં આર્યન વધુ હોવાથી તેનું સેવન ફાયદાકારક નીવડયું છે.
* ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે.
* નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો.
* માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા ૮-૧૦ બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી.આ પ્રયોગ માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં કરવો.બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી.
* કટલેટનું મિશ્રણ ઢીલું થઇ ગયું હોય તો બ્રેડને પાણીમાં ભીજવી તેમાં ભેળવી દેવાથી કટલેટ બરાબર વાળી શકાશે.
* લસણની કળીઓને એક મિનિટ માટે માઇક્રોવેવ ઓવનમાં ગરમ કરવાથી તેના છોતરા સરળતાથી ઉતારી શકાશે.
* મચ્છરના ડંખ પર લીંબુનો રસ લગાડવાથી બળતરાથી રાહત થાય છે.
* એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ અને ચપટી મીઠું ભેળવી કોગળા કરવાથી ગળાના દુખાવામાં રાહત થાય છે.
*બાફેલા બટાકાના પાણીમાં ચાંદીના ઘરેણાં કે વાસણ એક કલાક રાખી મૂકી સાફ કરવાથી ચમકીલા થઇ જશે.
* સિલ્કની સાડીઓની વચ્ચે બે-ત્રણ લવિંગ રાખવાથી સિલ્ક કાપડમાં જીવાત નહીં પડે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31gpM6O
ConversionConversion EmoticonEmoticon