સાધકોને સાધનાની વિશુદ્ધિ માટે અવશ્ય કરવા યોગ્ય અનુષ્ઠાનોનું નિરૂપણ કરતું આગમ તે શ્રી આવશ્યક સૂત્ર છે. વ્યવહારમાં આપણે તેને પ્રતિક્રમણ સૂત્ર કહીએ છીએ. આત્મવિશુદ્ધિ કરવા માટે જે ક્રિયા અવશ્ય કરવાની છે તેને આવશ્યક કહ્યું છે.
વર્તમાન જીવનની આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર કરવામાં આગમશાસ્ત્રો કેટલાં સહાયક બની શકે ? આગમની ભીતરમાં વર્તમાન જીવનના સમાધાનના કેટલાંય ઉપાયો પ્રાપ્ત થાય છે. એ વિશે જાણિતા વિદ્વાન અને લેખક શ્રી ગુણવંત બરવાળિયાના વિશેષ વિચારો જોઈએ.
ધર્મકથાનુયોગમાં શ્રી જ્ઞાાતાધર્મકથા નામના આ આગમમાં મહાપુરુષોના જીવનની સત્યઘટનાઓ અને ઔપદેશિક કથાઓનો વિપુલ સંગ્રહ છે. દ્રવ્યાનુયોગ કથાનુયોગ પર સવારી કરીને આવે તો દર્શનનાં રહસ્યો સરળતાથી સમજાઈ શકે. આ ધર્મકથાનું શ્રવણ બાળજીવોને દર્મપ્રીતિ પ્રેરનારું બની રહે, ધર્મમાર્ગમાં સ્થિર કરનારું બની રહે તેવું છે. પોઝિટિવ થિંકિગ કઈ રીતે રાખવું- સમુદાય વચ્ચેના જીવનમાં સમુદાય ધર્મ કઈ રીતે નિભાવવો તેમ જ વડીલોના સ્થાન અને સન્માનની વાત સૂત્રોમાં કહી છે.
વાસ્તુશાસ્ત્ર, નગરરચના, જીવનવ્યવસ્થા અને જીનવશૈલીમાંથી ઉદ્દભવતા પ્રશ્નોનું સમાધાન જાણવાની ઇચ્છાવાળાઓએ જ્ઞાાતધર્મ કથા સૂત્ર અવશ્ય વાંચવું જોઈએ. શ્રી ઉપાસકદશાંગ સૂત્ર વીરપ્રભુના શાસનના દશ મહાશ્રાવકોના દેશવિરતિના ઉત્કૃષ્ટ આચારનું વર્ણન આપણને પ્રેરણાના પીયૂષ પાય છે. શ્રાવકોની જીવનશૈલી, તેમની વ્યાપારની પદ્ધતિ કેવા પ્રકારની હતી, રોકાણની પદ્ધતિ, ક્ષેત્ર, સાધનો અને ન્યાયસંપન્ન વૈભવ અને શ્રાવકોની આવકનો વ્યય અને સદવ્યયનું વર્ણન આ સૂત્રમાં છે.
ભગવાન મહાવીરના શ્રાવકો પાસે ગાયોના વિશાળ ગોકુળ હતા. જે ઘરમાં ગાય છે ત્યાં આસુરી સંપત્તિનું આગમન થતું, તે આ સૂત્ર દ્વારા ફલિતા થાય છે. પરિવારમાં પત્ની, માતા અને પુત્રોનું સ્થાન અને વાનપ્રસ્થ આશ્રમનું વર્ણન પણ આ સૂત્રમાં છે. ભગવાન મહાવીરે પોતાના શ્રાવકો જે સંસારમાં રહીને પણ ઉત્કૃષ્ટ આત્મકલ્યાણ કરે છે તેવા શ્રાવકોનું પોતાના શ્રીમુખેથી વર્ણન કરી શ્રાવકોને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે તે ઉપાસક દશાંગ સૂત્રથી પ્રગટ થાય છે.
શ્રી અંતગડદશાંગ સૂત્રમાં અંતમુહૂર્તમાં મોક્ષે ગયેલા પુણ્યાત્મા આરાધક મુનિઓના જીવન શ્રાવકના ત્રણ મનોરથ ચરિતાર્થ કરવાના પ્રેરક બને છે.
આ સૂત્રમાં સહનશીલતાથી સફળતા સુધીની યાત્રાનું વર્ણન છે. શ્રાવક સુદર્શન 'નમો જીણાણંજી અભયાણ'ના જાપ કરે છે ત્યારે સેંકડો કિલો વજનનું શસ્ત્ર તેના પર ફેંકવામાં આવે છતાં તે વાગતું નથી. જાપ- સાધનાને કારણે તેની આસપાસ સુરક્ષાચક્ર રચાય છે અને તેને બચાવે છે. આ ઘટનાનું વૈજ્ઞાાનિક વિશ્લેષણ કરતા જણાશે કે અદૃશ્ય પદાર્થ દૃશ્યને રોકી શકે. સુરક્ષાનો એક અદૃશ્ય ફોર્સ આપણી આસપાસ રચાય જે મેટલને પણ રોકી શકે છે. ગોશાલકે ભગવાન સામે ફેંકેલી તેજાલેશ્યા વખતે પણ આવું જ થયું.
ગજસુકુમાર માથે અંગારા મૂક્યા ત્યારે તેને પીડા ન થઈ. સાધુ લોચ કરે ત્યારે પહેલી ચાર-પાંચ લટ ખેંચે ત્યારે દુ:ખ પીડા થાય પછી તે પીડા ઓછી થાય. એનો અર્થ એ થયો કે આપણી ભીતર એનેસ્થેસિયા સક્રિય થાય છે. આપણી અંદર પીડાશામક રસાયણ સર્જાય છે જે નેચરલ એનેસ્થેસિયા છે. અંદરમાં એવું કાંઈક તત્ત્વ સર્જાય છે જે તત્ત્વ આપણી સહનશીલતાને વિકસાવે છે. આ સંશોધનનો વિષય છે. શ્રી અનુત્તરોપપાતિકદશાંગ સૂત્ર આગમના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર મહાત્માઓનું જીવન આપણા અધ્યાત્મ જીવનને નવી દિશા આપે છે.
ભગવાન મહાવીરની ઉપદેશધારાના આ આગમમાં દેહ પ્રત્યેનું મહત્વ ઘટાડતા તપસાધકો જેવા કે ધન્ના અણગારની સાધનાનું વર્ણન છે. આ સૂત્રમાં કહ્યું છે કે, મનુષ્ય માત્ર ખોરાકથી જ જીવી શકે એવું નથી, પ્રકાશ અને હવાથી પણ જીવી શકાય છે. સૂર્યપ્રકાશથી પણ જીવી શકાય તેવા દાખલા છે. રોજ એક ચોખાનો દાણો લઈને પણ લાંબો સમય જીવી શકાય તેવાં ઉદાહરણો છે. શરીરવિજ્ઞાાનના સંશોધનનો આ વિષય છે.
મંત્રના ઉપયોગ અને લબ્ધિદિશા દર્શન કરાવનાર શ્રી પશ્નવ્યાકરણ સૂત્રમાંના પાંચ મહાપાપોનું વર્ણન વાંચતાં પાપથી પાછા ફરવાના પાવન અવસરની પ્રેરણા પ્રાપ્ત થાય છે.
સત્ય, અહિંસા, આદિ ગુણો દ્વારા વિદ્યેયાત્મક શક્તિની પ્રાપ્તિ કઈ રીતે કરવી તેનું વર્ણન આ સૂત્રમાં છે. અનેક પ્રકારની સિદ્ધિઓ, વિદ્યાઓ, લબ્ધિઓ અને ઊર્જાઓને કઈ રીતે પ્રાપ્ત કરવી તે બતાવી છે.
પ્રાચીન કાળમાં આ આગમમાં અનેક વિદ્યાઓના મંત્રો તથા યંત્રોની વાત હતી, પરંતુ એ વિદ્યાઓના મંત્રો કે યંત્રોનો દૂરઉપયોગ ન થાય, કોઈ કુપાત્ર તેનો અકલ્યાણ માટે ઉપયોગ ન કરે તે આશયથી આ સૂત્રની પ્રાચીન વિદ્યાને ગુરુએ સંગોપી દીધી છે. આમ અનઅધિકારી શિષ્યને જ્ઞાાનનો પરિચય ન કરાવવાની જૈન પદ્ધતિ વિશેષ વંદનીય છે અને આ જ કારણે આચાર્યોએ આ આગમનો વિષય બદલી નાખ્યો છે.
શ્રી વિપાકસૂત્ર આગમમાં અજ્ઞાાન દશામાં બાંધેલાં કર્મોનાં ભયંકર ફળ પાપકર્મોથી દૂર રહેવાનો માર્ગ બતાવે છે. દુષ્કૃત્યથી દુ:ખ વિપાક થાય છે અને સુકૃતથી સુખ વિપાક આ જાણી આપણી વૃત્તિઓ સુકૃત તરફ પ્રયાણ કરશે.
જીવનશૈલીમાં પાપથી બચવું છે. સત્કર્મોથી જીવનને વિભૂષિત કરવું છે તેવા પ્રકારની વિચારણા ધરાવતા સાધકો માટે વિપાક સૂત્રની ભૂમિકા અત્યંતપણે ઉપકારક છે.
આગમમાં અંગસૂત્રોના વર્ગીકરણ ઉપરાંત ૧૨ ઉપાંગ સૂત્રોનું પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જે ઉપયાંગો અંગોના સ્વરૂપને વિસ્તારે છે.
શ્રી ઉવવાઈ સૂત્રમાં ભગવાનના ગુણવૈભવ- ગણધર શ્રમણોની સંયમસાધનાનું દિગ્દર્શન છે. ભગવાનનું નગરમાં આગમન થતાં રાજા આનંદ- ઉલ્લાસ અને ભક્તિભાવથી દેવાધિદેવના દર્શને જાય છે તે વર્ણન વાંચતાં સંતો પાસે જવાની, વંદન કરવાની વિશિષ્ટ વિધિ કરવાનો બોધ થાય છે.
આપણાં કર્મો જ આપણી સદ્દગતિ કે દુર્ગતિનું કારણ છે. ક્યા પ્રકારના કર્મોથી ક્યા સ્થાનમાં જીવન ઉત્પત્તિ પામે તેનું વર્ણન કરેલ છે. તમારું કર્મ જ તમારી ગતિનું કારણ બને છે, તેવા દૃષ્ટિબિંદુથી ભગવાન મહાવીરે ઇશ્વર કર્તાહતા નથી પરંતુ કર્મો જ આપણા ભાગ્યવિદ્યાતા બને છે, તેવી વિશિષ્ટ દૃષ્ટિ આ આગમમાં પ્રગટ કરેલ છે.
શ્રી રાયપસેણી સૂત્ર વાંચતાં ગુરુનો સમાગમ થતાં પરદેશી રાજાના જીવનપરિવર્તનનું વર્ણન વાંચી ગમે તેવા પાપી જીવ પણ અધ્યાત્મની ઊંચી દશા સુધી પહોંચી શકે છે તેની પ્રતિતિ થાય છે. સંત સમાગમ, વ્યકિત પર કેવો મહાન ઉપકાર કરે છે અને તેને દેવલોકમાં સુખો અપાવી શકે અને પરમપદને પણ પ્રાપ્ત કરાવી શકે છે તે પ્રેરણાદાયી હકીકતનું આલેખન છે. પોતાની રાઈટ આઈડેન્ટીટી જાણવા ઇચ્છુક સાધકો માટે રાયપસેણી સૂત્ર ઉપકારક બની રહેશે.
શ્રી જીવાજીવભિગમ સૂત્ર વાંચતાં જીવ અજીવનમાં જ્ઞાાન દ્વારા અહિંસા અને જયણા ધર્મ પાળી શકાય છે. ભગવાન મહાવીરે જગતજીવોની વિવિધ પ્રકારની વૃત્તિઓ, રુચિઓ અને અલગ અલગ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને જ્ઞાાનભાવોનું વર્ણન આ સૂત્રમાં કર્યુ છે. આ સૂત્ર જીવવિજ્ઞાાનનો એક ઊંડાણભરેલો દસ્તાવેજ છે.
શ્રી પન્નવણા સૂત્રમાં જૈન તત્ત્વજ્ઞાાનની સમજણ આપવામાં આવી છે.આ સૂત્ર પદાર્થવિજ્ઞાાન, શરીરવિજ્ઞાાન અને ચૈતસિક શક્તિઓનો ખજાનો છે. છ લેશ્યા અને ઓરા પરમાણુની ગતિનું વર્ણન, યોગ વિગેરેનું આલેખન, જ્ઞાાનના ગહન ભંડાર સમું આ સૂત્ર ' લઘુ ભગવતી' તરીકે ઓળખાય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાનની અંતિમ દેશનારૂપે સમસ્ત જૈન સમાજમાં શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે. ૩૬ અધ્યયનમાં પ્રભુના અંતિમ ઉપદેશમાં જૈન ધર્મના મુખ્યતમ વિષયોનો પ્રાય : સમાવેશ થયો છે જેનું ચિંતન અને આચરણ આત્માનું ઊર્ધ્વગમન કરાવી શકે.
આ સૂત્રના ૨૯મા અધ્યયનમાં સમ્યક્ પરાક્રમના ૭૩ બોલ દ્વારા સાધક દશામાં ઉત્કૃષ્ટ સાધના કઈ રીતે પ્રગટ કરી અને મોક્ષમાર્ગમાં કઈ રીતે આગળ વધવું તેનો નિર્દેશ છે.
અહીં અનેક પ્રકારની કથા સાહિત્યનું વર્ણન છે. ગેરસમજણથી કોઈ સાધક ધર્મવિમુખ બને ત્યારે ભગવાનના સાધકોનું આચરણ જ તેની ગેરસમજ દૂર કરી ધર્મમાં સ્થિર કરે છે તેનું વિશેષ વર્ણન છે.
શ્રી શય્યંભવાચાર્ય દ્વારા પોતાના પુત્ર બાલમુનિ શ્રી મનકને લક્ષમાં રાખી પ્રથમ મૂળ સૂત્ર શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરવામાં આવી છે. પરમ દાર્શનિક પૂ.જયંતમુનિ લખે છે કે, 'દશવૈકાલિક સૂત્ર' જૈન આગમનો સાર-સરવાળો છે. આ એક શાસ્ત્રના અવગાહનથી હજારો શાસ્ત્રોનું અવગાહન થઈ જાય છે.' આ સૂત્ર મુક્તિધામની મહાયાત્રા છે.
શ્રી વ્યવહાર સૂત્રમાં આગમવ્યવહાર, શ્રુતવ્યવહાર, જ્ઞાાનવ્યવહાર, ધારણા વ્યવહાર અને જિતવ્યવહાર સંયમી જીવનને નિર્મળ બનાવે છે.
ભગવાને પોતાના બે સાધકોની વચ્ચે એ બે ભેગા મળે ત્યારે, બે શ્રાવકો કે બે આચાર્યો ભેગા મળે ત્યારે, ગુરુ-શિષ્ય મળે તો બે મળવા પર એકબીજાએ કેવો વ્યવહાર કરવો તેનું વર્ણન આ સૂત્રમાં છે જેના દ્વારા સામુદાયિક સુમેળતાનું સર્જન થાય છે. આ સૂત્ર સાધુ, સાધ્વી, શ્રાવકો અને પરિવાર વચ્ચે સંવાદનું સર્જન કરાવતું શાસ્ત્ર છે.
સાધકોને સાધનાની વિશુદ્ધિ માટે અવશ્ય કરવા યોગ્ય અનુષ્ઠાનોનું નિરૂપણ કરતું આગમ તે શ્રી આવશ્યક સૂત્ર છે. વ્યવહારમાં આપણે તેને પ્રતિક્રમણ સૂત્ર કહીએ છીએ. આત્મવિશુદ્ધિ કરવા માટે જે ક્રિયા અવશ્ય કરવાની છે તેને આવશ્યક કહ્યું છે.
આવશ્યકને જ્ઞાાનીઓએ જીવનશુદ્ધિ, સંયમ વિશુદ્ધિ ક્રિયા કહી સાધનાનો પ્રાણ કહેલ છે. સમભાવની સાધના એ સામાયિક છે. તીર્થકરોની સ્તુતિ ચૌવિલસંથોથી શ્રદ્ધા બળવાન બને છે. વંદના દ્વાર સાધકોને ભક્તિભાવ પ્રગટ થાય છે. પ્રતિક્રમણ એ પાપથી પાછા ફરવાની પ્રક્રિયા છે. અંતર્મુખ થઈ આત્મભવમાં સ્થિર થવા માટે કાઉસગ્ગ અને ભવિષ્યનાં કર્મોના નિરોધ માટે પચ્ચખાણ એમ આ છ આવશ્યકની આરાધના સાધકના આત્મવિશુદ્ધિના લક્ષને સફળ બનાવવામાં સહાયક બને છે.
પ્રતિક્રમણ સાધક અને શ્રાવક બન્ને માટે દરરોજ કરવા યોગ્ય એવી પ્રક્રિયા છે જેનાથી આત્માની શુદ્ધિ અને વિશુદ્ધિ વર્તે છે. કર્મો જે દરરોજ બંધાતાં હોય તે નિદ્ધત બંધાય છે અને નિકાચિત કક્ષાના થતાં અટકી જાય છે. તેની પ્રક્રિયા પણ આ જ પ્રતિક્રમણ સૂત્રમાં બતાવેલી છે. જે કર્મને અવશ્ય ભોગવ્યા વિના ક્ષય કરી શકાય તે નિદ્ધત. દરરોજના પાપનું જ્યારે પ્રતિક્રમણ કરવામાં નથી આવતું ત્યારે તે કર્મો નિકાચિત બની જાય તેનું વર્ણન આ સૂત્રમાં છે. સાધકો અને શ્રાવકો નિત્ય પ્રતિક્રમણ કરે તો તે પરમપદ સુધી પહોંચી શકે છે.
અગિયાર અંગ સૂત્રો, બાર ઉપાંગ સૂત્રો, ચાર મૂળ ચાર છેદ અને એક આવશ્યક સૂત્ર એમ બત્રીશ આગમો આત્મસુધારણા માટે સાધકોને કઈ રીતે ઉપયોગી છે તેની વિચારણા આપણે કરી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LYJyPI
ConversionConversion EmoticonEmoticon