* વધુ દિવસો સુધી રેફ્રિજરેટર બંધ રાખવાનું હોય તો તેને બરાબર કોરું કરકી તેમાં દરેક દરેક અખબારના કાગળ બિછાવી થોડો થોડો બૉરીક પાઉડર ભભરાવવાથી ફ્રિજમાં ગંધ નહીં બેસે.
* ટામેટાનો સૉસ બનાવતી વખતે તેમાં ખમણેલું બીટ નાખવાથી કલર ઘેરો થશે.
* ઑવનમાં સંતરાની છાલ બેક કરી તેનો પાવડર કરવો. કેક બનાવતી વખતે તેમાં આ પાવડર ભેળવવાથી કેક સૉડમની અનેરી આવશે.
* જરીની સાડીની જરી કાળી ન પડે માટે તેને પાતળા કાગળમાં લપેટી કબાટમાં રાખવી. ચોમાસામાં ખાસ કરીને આ રીતે સાડીની જાળવણી કરવી.
* બીટ વધુ પ્રમાણમાં ખરીદાઈ ગયા હોય તો તેને ખમણી તડકામાં સૂકવી દેવા અને હવાચુસ્ત બરણીમાં ભરી દેવા. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવો.
* અધિક ગરમીને કારણે જામેલા દહીંમાંથી પાણી છોડતું હોય તો દહીંમાં વાસણમાં લીમડાની (લાકડી) ડાળખી નાખવાથી દહીંમાનું પાણી સુકાઈ જશે અને ત્રણ-ચાર દિવસસુધી ખરાબ પણ નહીં થાય.
* ગૉલ્ડન ફ્રેમના ચશ્મા પર પારદર્શક નેઈલ પૉલિશનું ચોક કૉટ લગાડવાથી ફ્રેમ કાળી નહીં પડે.
* ગરમ પાણીનો શેક કરવા વપરાતી રબરની થેલી લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતી હોવાથી તેના બન્ને પડ એકબીજા સાથે ચોંટી જતા હોય છે. આમ ન થાય માટે રબરની થેલીમાં ગ્લિસરીનનાં થોડાં ટીપાં નાખી દેવા.
* કાંદાનો રસ પીવાથી કરમિયાંની તકલીફ દૂર થાય છે.
કટલેટના મિશ્રણમાં બ્રાઉન બ્રેડને દળીને નાખવું તેમજ તવા પર સેકવાથી ક્રિસ્પી થાય છે તથા ઓઇલી નથી લાગતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35cjbgS
ConversionConversion EmoticonEmoticon