સાજિદ નડિયાદવાળાએ સુશાંત સિંહ રાજપૂત સાથે ત્રણ ફિલ્મો સાઇન કરી

મુંબઇ,તા. 13 ઓક્ટોબર 2019, રવિવાર

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'છીછોરે' સુપરહિટ ગઈ  છે. આ ફિલ્મ બાદ સુશાંતની કારકિર્દીને નવી રફતાર મળી છે. બોલીવૂડના નિર્માતાઓ તેને સાઇન કરવા તત્પર રહે છે.સાજિદ નડિયાવાળાએ તેને ત્રણ ફિલ્મમાં સાઇન કર્યાની વાત છે. 

સુશાંતની ડિજિટલ પ્લેટફોર્મ પર 'ડ્રાઇવ' ફિલ્મ રિલીઝ થવાની છે. આ બાદ તેની 'દિલ બેચારા' રીલિઝ થશે. હવે તેણે સાજિદ નડિયાદવાળા સાથે ત્રણ ફિલ્મોની ડીલ સાઇન કરી છે.સુશાંતે ક્યો પ્રોજેક્ટ સાઇન કર્યો છે, તેનો કોઇ આસાર નથી. તે ક્ષિણની ફિલ્મ 'જિગકઠંડા'ની હિંદી રીમેક માટે ફરી અભિષેક ચોબે સાથે કામ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ કામ કરવાનો છે. જોકે હજી સુધી કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી. પ્રોડયુસર અને એકટર વચ્ચે  સ્ક્રિપ્ટસ બાબતે વાતચીત ચાલી રહી છે. 

સાજિદ નડિયાદ વાળાને તો 'છિછોરે'ની રીલિઝ પહેલા જ કામ કરવાનો વિચાર હતો. પરંતતુ આ ફિલ્મ હિટ થતાં નિર્માતાએ ત્રણ ફિલ્મો સાઇન કરી નાખી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35x0iW3
Previous
Next Post »