
અગાઉ વીજળીનો પ્રતિકાર ન કરે તેવો પદાર્થ શોધવો અશક્ય હતો. ૧૯૮૦માં પ્રવાહી નાઈટ્રોજનનો ઉપયોગ કરી બેરિયમ કોપર ઓકસાઈડને ઠંડો કરી સુપરકન્ડક્ટર બનાવાની શોધ થઈ. ૨૦૦૮માં લોખંડમાંથી પણ સુપરકન્ડક્ટર બનાવવાની શોધ થઈ છે.
ધાતુના તારમાં વીજળી વહે ત્યારે તાર વીજળી સામે પ્રતિકાર કરે છે. પ્રતિકારને કારણે વીજપ્રવાહ થોડો મંદ પડે છે. અને ઉર્જાનો વ્યય થાય છે. ઇલેકિટ્રકના વપરાશમાં તાંબા જેવી ઓછો પ્રતિકાર કરે તેવી ધાતુના તાર વપરાય છે.
વિજ્ઞાાનીઓએ વીજળીનો પ્રતિકાર ન કરે અને પૂરેપૂરી વીજળીનો ઉપયોગ થાય તેવી ધાતુઓ અને પદાર્થો શોધવાની દિશામાં સુપરકન્ડક્ટરની શોધ કરી છે. કેટલીક ધાતુઓને અતિશય નીચા ઉષ્ણતા માને ઠંડી કરી સુપરકન્ડક્ટર બનાવાય છે.
સીસુ, નાયાબિયમ નાઈટ્રાઈડ, નાયાબિયમ ટાઈટેનિયમ આવી ધાતુ છે. તેમને હિલિયમ વાયુનો ઉપયોગ કરી અતિશય ઠંડી કરવી પડે છે. ૧૯૮૦માં પ્રવાહી નાઈટ્રોજનનો ઉપયોગ કરી બેરિયમ કોપર ઓકસાઈડને ઠંડો કરી સુપરકન્ડક્ટર બનાવાની શોધ થઈ. ૨૦૦૮માં લોખંડમાંથી પણ સુપરકન્ડક્ટર બનાવવાની શોધ થઈ છે.
અગાઉ વીજળીનો બિલકુલ પ્રતિકાર ન કરે તેવો પદાર્થ શોધવો અશક્ય હતો. હેઇક કેમટલીગ એન્સ નામના વિજ્ઞાાનીએ ૧૯૧૧માં વિવિધ ધાતુઓને માઈનસ ૨૭૭ ડિગ્રી જેટલા તાપમાને ઠંડા કરી શૂન્ય પ્રતિકારવાળા સુપરકન્ડક્ટરની શોધ કરેલી. આ દિશામાં વધુ સંશોધનો કરનાર બાર્ડીન, કપૂર અને શ્રીક્રને નોબેલ ઇનામ એનાયત થયેલા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ms9l98
ConversionConversion EmoticonEmoticon