વિશ્વના રણપ્રદેશોની રસપ્રદ વાતો


રણ એટલે રેતીનો મહાસાગર.  રણપ્રદેશો પણ પૃથ્વીની સપાટીની ૨૦ ટકા જગ્યા રોકે છે. દૂર સુધી રેતી જ પથરાયેલી જોવા મળે છે. વનસ્પતિ કે જળાશયનું નામ નિશાન નહીં. કેટલાક રણપ્રદેશો તો નવાઈ ઉપજાવે તેવા હોય છે.

પથ્વી પર પહાડો, જંગલો, મહાસાગરોની જેમ રણપ્રદેશો પણ પૃથ્વીની સપાટીની ૨૦ ટકા જગ્યા રોકે છે. પણ રણ એટલે રેતીનો મહાસાગર. દૂર સુધી રેતી જ પથરાયેલી જોવા મળે છે. વનસ્પતિ કે જળાશયનું નામ નિશાન નહીં. કેટલાક રણપ્રદેશો તો નવાઈ ઉપજાવે તેવા હોય છે.

* રણ પ્રદેશોમાં વર્ષે માંડ ૧૦ ઇંચ વરસાદ થતો હોય છે.

* રણ પ્રદેશોમાં ગરમી જ હોય તેવું નથી. ગોબી અને એન્ટાર્કટીકાના રણમાં તીવ્ર ઠંડી પડે છે.

* રણ પ્રદેશમાં બહુ ઓછી વનસ્પતિ થાય પરંતુ જેટલી થાય છે તેને પાણીની જરૂર ઓછી પડે. તેમના મૂળ ઘણે ઊંડે સુધી પહોચેલા હોય છે.

* રણપ્રદેશના પ્રાણીઓના શરીર એવા ઘડાયા છે કે તેમને પાણી વિના લાંબા સમય ચાલે. કેટલાક નાના પ્રાણી તો માત્ર રાત્રેજ બહાર નીકળે છે. રણમાં ઊંટ, ઘેટાં, ખચ્ચર, ગરોળી, સાપ, ઉંદર જેવા પ્રાણીઓ વધુ જોવા મળે છે.

* આફ્રિકાનું સહરાનું રણ વિશ્વનું સૌથી મોટું રણ છે. તે ૮૬ લાખ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે.

* આફ્રિકાનું બીજુ પણ કલહરીનું રણ ૯ લાખ ચોરસ કિ.મી. પથરાયેલું છે.

* ભારતમાં થારનું રણ આવેલું છે જેનો કેટલોક ભાગ પાકિસ્તાનમાં છે.

* વિખ્યાત ગોબીનું રણ ૧૩ લાખ ચો.કિલોમીટર પથરાયેલું છે. તે ચીન અને મોંગોલિયામાં છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2njO1mp
Previous
Next Post »