
નડિયાદ, તા.28 સપ્ટેમ્બર 2019, શનિવાર
મહુધા તાલુકાના કડી ગામે છેલ્લા બે માસથી પીવાના પાણીની લાઇનમાંથી હજારો લીટર પાણીનો બગાડ થાય છે.તેમજ આ પાણી ગામની બજારોમાં વહેવાના કારણે કાદવ અને ગંદકી થાય છે.આ અંગે ગ્રામજનોએ રજૂઆત કરી તેમ છતા લીકેજ થતી પાણીની લાઇનમાં મરાંમત કરવામાં આવ્યુ નથી.
કડી ગામમાં પીવાના પાણીની પાઇપ લાઇન છેલ્લા બે મહિનાથી વધુ સમયથી લીકેજ છે.જેના કારણે ગામના ઘરોમાં પહોચવાનુ પાણી ગામના રસ્તાઓ પર વહે છે.જેના કારણે ગામમાં આવેલી આંગણવાડી,દુધની ડેરી,ગામની ભાગોળ અને બસસ્ટેન્ડ જેવા વિસ્તારોમાં કાદવ અને ગંદકીના થર જામ્યા છે.આ સમસ્યાના કારણે ગ્રામજનોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.આ ઉપરાંત ગ્રામજનોનુ માનીએ તો પાણીની લાઇનો ઠેર ઠેર લીકેજ થઇ છે.જેના કારણે પાણીનો વેડફાટ થાય છે.
જ્યારે તંત્ર દ્વારા ફક્ત લાકડા ઉભા કરી કામ કર્યાનો સંતોષ માન્યો છે.જો કે પરીસ્થિતીમાં કોઇ સુધારો નથી.પાણી ગામની ઉભી બજારે જાય છે.જેના કારણે હજારો લીટર પાણીનો બગાડ થતો હોવાનુ ગ્રામજનો જણાવી રહ્યા છે.રસ્તા પર પીવાનુ પાણી વહેવાના કારણે ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઇ રહે છે.જેના કારણે ગ્રામજનોને રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે.
ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક અસરથી બગાડ થતુ પાણી બંધ કરાવવામાં આવે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nANtbE
ConversionConversion EmoticonEmoticon