
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 28 સપ્ટેમ્બર 2019, શનિવાર
રણબીર કપૂર સ્ત્રીમિત્રો સાથેના સંબંધોને કારણે વધુ ચર્ચામાં રહે છે.જોકે ૨૮ સપ્ટેમ્બરે તેણે પોતાનો ૩૭મો જન્મિદિવસ ઊજવ્યો છે. હાલ તે આલિયા સાથે રોમાન્સ કરી રહ્યો છે. નીતુ સિંહનો આ લાડલો લિયા સાથે લગ્ન કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.તે મનોરંજન ઇન્ડસ્ટ્રીનો માનીતો અભિનેતા છે. કહેવાય છે કે, તેના પર બોલીવૂડના ૪૫૦ રૂપિયા કરોડ લાગ્યા છે.
રણબીરની આવનારી ફિલ્મોની વાત કરીએ તો, તેની અનેઆલિયાની 'બ્રહ્માસ્ત્ર' છે. જેમાં અમિતાભ પણ મહત્વના પાત્રમાં છે. આ બાદ તે 'શમશેરા'માં કામ કરવાનો છે. ફક્ત 'બ્રહ્માસ્ત્ર'નુ બજેટ રૂપિયા ૨૦૦ કરોડ છે.આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ રણબીર-ાલિયા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ બાદ તેની 'શમશેરા' છે જેનું બજેટ રૂપિયા ૧૫૦ કરોડ છે. આ ઉપરાંત અજય દેવગણ સાથેની એક ફિલ્મનું બજેટ રૂપિયા ૧૦૦ કરોડ મનાઈ રહ્યું છે.
જોકે ભૂતકાળમાં રણબીરની ઘણી ફિલ્મો ફ્લોપ ગઇ છે. પરંતુ રાજ કુમાર હિરાણીએ તેની કારકિદી પાટે ચડાવી દીધી. રણબીરના જીવનમાં રાજ કુમાર હિરાણી લકી ચાર્મ બનીને આવ્યો. તેણે 'સંજુ ' ફિલ્મમાં સંજય દત્તનો રોલ ભજવ્યો અને ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થઇ. આ ફિલ્મે રૂપિયા ૩૪૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. કહેવાય છે કે, 'દંગલ' બાદ બોલીવૂડીની આ બીજી ફિલ્મ છે જેનું વધુ ગ્રોસ કલેકશન કરનારી સૌથી વધુ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2oeiuTk
ConversionConversion EmoticonEmoticon