
ગ્રાહકોની પસંદગી સ્ટાન્ડર્ડ પ્રોડક્ટસ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટી માટે રહેતી હતી હવે ગ્રાહકોને પોતાની રૂચિ, સ્વભાવ, આવક, અને હોબી પ્રમાણે કસ્ટમ-મેઇડ પ્રોડક્ટ જોઈએ છીએ.
ભારત સરકારે બજેટની રજૂઆત થયા પછી આર્થિક સ્લો-ડાઉનને કારણે વિદેશી મૂડીની બાબતમાં મોટી છૂટો આપી છે. દા.ત. કોલસાની ખાણોમાં વિદેશીઓ સો ટકા મૂડી રોકાણ કરી શકશે. સિંગલ બ્રાન્ડ છૂટક બજારની કંપનીઓને (જેમ કે સ્વીડનની આઇકીયા કે એમેઝોન કે દક્ષિણ કોરિયાની સેમસંગ વગેરેને પહેલા કરતા પણ વધુ છૂટછાટો મળશે. જો કે હજી સરકારે મલ્ટીનેશનલ બ્રાંડ રીટેલ કંપનીઓના ભારત પ્રવેશ પર અંકુશો ચાલુ રાખ્યા છે.
ભારતે વિદેશી કંપનીઓથી ગભરાવાની જરૂરત નથી કારણ કે બોઇંગ વિમાન ક્ષેત્રે (જેમાં અમેરિકા અને ફ્રાન્સની ડયુઓપોલી છે) સિવાય ભારતની કંપનીઓ વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓને ટક્કર આપી રહી છે. ભારતની કંપનીઓ પણ વિદેશની કંપનીઓને તક મળતા ઝડપી લે છે.
દા.ત. ભારતની ટાટા ટી કંપનીએ તેનાથી બે ગણી મોટી યુ.કે.ની કંપની ટેટલેને ખરીદી લીધી. વળી ટાટા સ્ટીલે ઇંગ્લીશ- ડચ કંપની કોરસને પણ ૭.૬ બીલીઅન ડોલર્સમાં ૨૦૦૬માં ખરીદી. હીન્દાલ્કોએ કેનેડાની જાણીતી એલ્યુમિનિયમ કંપની નોવાલીસને ૨૦૦૭માં ૬ બીલીઅન ડોલર્સમાં ખરીદી.
ભારતે વિદેશી કંપનીઓની સાથે તીવ્ર હરીફાઈ કરવા કરતાં વિદેશની ઉત્તમ કંપનીઓ સામે સંયુક્ત સાહસો કરીને ભારતના ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાની પ્રોડક્ટસ અને સર્વિસીઝ કિફાયત ભાવે પૂરી પાડવી જોઈએ.
નવા ફેરફારો
(૧) નવા હરીફો: ગઈ સદીમાં કંપનીઓ વચ્ચે કટોકટી હરીફાઈ હતી. મોટી મોટી કંપનીઓ માર્કેટ શેર (બજાર ભાગ) વધારવા ઘણા પ્રયત્નો કરતી હતી. હવે જગતની નાની નાની કંપનીઓ (જેમ કે, ફેસબુક) એકાએક બજારમાં આવીને મોટી કંપનીઓને પણ હંફાવે છે. નવી શોધો કરનારી કંપનીઓ એકાએક બજારમાં આવીને સૌને કેવી રીતે ચકાચૌંધ કરી દે છે તેની આપણને ખબર પડતી નથી. એક જમાનામાં નીર્મા ડીટર્જન્ટ કંપનીએ Low priceની વ્યૂહરચના અપનાવી તે વખતની બહુરાષ્ટ્રીય કંપનીઓને પણ નર્વસ કરી દીધી હતી.
(૨) ઉદ્યોગ સાહસિકો: આ પહેલા એટલે કે ૧૯મી સદીની શરૂઆતમાં ઘણા ઉદ્યોગ સાહસિકો કૌટુંબીક વારસામાંથી ઉભા થતા હતા. ટેક્ષ્ટાઇલ બજારમાં આમ ખાસ બનતું હતું. હવે ઉદ્યોગપતિઓ સમાજના દરેક વર્ગમાંથી આવે છે અને તેઓ નવા વિચારો લઈને આવે છે. નવા વિચારોને કારણે વેન્ચર કેપીટાલીસ્ટ તેમને શરૂઆતની મૂડી આપવા તૈયાર થાય છે. હવે કેપિટલ બેઝ્ડ ઉદ્યોગ સાહસિકો ઉભા થઈ રહ્યા છે. અત્યારની સરકારને આ માટે અનેક યોજનાઓ (દા.ત. સ્ટાર્ટ અપ) ઘડી છે.
(૩) ગ્રાહકોની પસંદગી: આ પહેલા ગ્રાહકોની પસંદગી સ્ટાન્ડર્ડ પ્રોડક્ટસ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટી માટે રહેતી હતી હવે ગ્રાહકોને પોતાની રૂચિ, સ્વભાવ, આવક, અને હોબી પ્રમાણે કસ્ટમ-મેઇડ પ્રોડક્ટ જોઈએ છીએ.
(૪) જોખમ લેવું: જૂના જમાનામાં એક વખત સફળ થયા પછી, ખૂબ કમાયા પછી ઉદ્યોગ સાહસિકો જોખમને દૂર રાખવા માગતા હતા હવે ઉદ્યોગોને વધુ ને વધુ જોખમ લેવાનું પસંદ કરે છે.
બિઝનેસ ઓર્ગેનાઇઝેશન
નિયંત્રિત અને ચુસ્ત વ્યવસ્થાતંત્રની સામે હવે ૨૧મી સદીમાં વ્યવસ્થાતંત્રો ફ્લેક્સીબલ અને તરલ બની રહ્યા છે. તેઓ વ્યવસ્થાતંત્રમાં વારંવાર ફેરફારો કરે છે. જૂની મેનેજમેન્ટમાં એક વખત વ્યવસ્થાતંત્ર બંધાઈ ગયું પછી તે દાયકાઓ સુધી ચાલે. અમદાવાદનો મિલ ઉદ્યોગ શેઠિયાશાહી વ્યવસ્થાતંત્રને કારણે તદ્દન ક્ષીણ થઈ ગયો.
કર્મચારીઓની જરૂરિયાતો
જૂની કંપનીઓમાં કર્મચારીઓને સારો પગાર મળે અને વારંવાર પ્રમોશન મળે તો તેઓ કંટાળાજનક કામો પણ કરતા. બોસને ગુરૂ માનતા હવે દરેક કર્મચારીને વાજબીપગાર અને ભથ્થા ઉપરાંત કાર્ય સંતોષ (જોબ સેટીસ્ફેક્શન) પણ જોઈએ છે. સારો પગાર મળવો એ નોકરીનો નાનો ભાગ છે પરંતુ જોબ કરવાની મઝા આવે અને તેમાંથી સંતોષ મળે તો કર્મચારીઓ ગમે તેટલા સારા પગાર છતાં કંપનીને છોડી દે છ. ઘણા નોકરીથી કંટાળી પોતાનો ધંધો શરૂ કરે છે.
પર્યાવરણ સભાનતા
ગઈ સદીની કંપનીઓ કરતાં ૨૧મી સદીની કંપનીઓમાં વાતાવરણ માટે સભાનતા વધી છે. આ બાબતમાં બહુ ધીમે ધીમે પ્રગતિ થતી જાય છે. સીએસઆર બાબતમાં હજી આ સદીમાં પણ સભાનતા ઓછી છે જેથી સરકારે સીએસઆરના નિયમભંગ બદલ અપરાધી કંપનીઓના જવાબદાર ઓફિસરોને જેલની સજા થશે તેવું જાહેર કર્યું છે.
આર એન્ડ ડી
આ પહેલા કંપનીઓ પોતાની કંપનીમાં કંપની માટે જ આર એન્ડ ડી ચલાવતી હતી હવે આર એન્ડ ડીનું આઉટસોર્સિંગ કંપનીઓ જગતભરમાંથી કરે છે. તેમને માટે આખું જગત નવી શોધો માટે ખુલ્લું છે અને નવી શોધો બહારથી પણ મેળવી શકાય છે. અલબત્ત તે બહુ ખર્ચાળ છે.
ગ્રાહકો સાથેના સંબંધો
કંપનીના ગ્રાહકો સાથેના સંબંધો જે તે સોદાઓ (ટ્રાન્ઝેક્શન્સ) પૂરતા જ મર્યાદિત રહેતા અથવા લાંબા સમયના રહેતા. હવે કંપનીઓ ગ્રાહકો સાથે માત્ર લાંબા ગાળાના જ નહિ પણ જીવનભરના સંબંધો (પ્રેમના નહી પરંતુ વેચનાર- ખરીદનારના) પસંદ કરે છે. સપ્લાયરો સાથેના સંબંધો જીવનભરના જાળવવા પ્રયત્નો થાય છે. આ બાબતમાં જગતમાં જાપાનીસ મેનેજમેન્ટ અગ્રેસર છે.
કામની પેટર્ન
૨૦મી સદીના મોટા ભાગમાં વ્યક્તિગત કામગીરી અને કંઈક અંશે ટીમની કામગીરી પર ઉચ્ચ મેનેજમેન્ટ ભાર મૂકતી હવે કામમાં વધુ તરલતા આવી છે. ટીમો ઉભી થાય છે પરંતુ ફટાફટ બદલાય છે. ફેસ ટુ ફેસ ટીમોનો જમાનો આથમતો જાય છે. ટીમ મેમ્બર્સ દેશના કે જગતના જુદા જુદા ભાગોમાં કામ કરીને ટીમવર્ક કરે છે ઘણાં ટીમ મેમ્બર્સ ઘરેથી કામ કરે છે.
માર્કેટીંગ
જૂના માર્કેટિંગને સ્થાને નવા માર્કેટિંગનો એક મોટો અંશ ડીજીટલ સ્વરૂપે કાર્યશીલ બન્યો છે. આઇટી માર્કેટિંગમાં પસંદગી વધી છે અને બહારગામના સ્થળો પર જઈને જાતે પ્રોડક્ટ જોવાનો જે પુષ્કળ ખર્ચ આવતો હતો તે બચી ગયો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2lXrX0p
ConversionConversion EmoticonEmoticon