'નવી ખુરશી આવી જશે, દેશ બીજો ક્યાંથી લાવશો..', ફિલ્મ ‘ગવર્નર’નું ટ્રેલર રિલીઝ, મનોજ બાજપેયીનો દમદાર રોલ


Governor Film Trailer: મનોજ બાજપેયી અને અદા શર્માની ફિલ્મ ‘ગવર્નર’નું ટ્રેલર મેકર્સે રિલીઝ કરી દીધું છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયીનું પાત્ર એસ. વેંકટરામનનથી પ્રેરિત છે, જેઓ 1990-92 વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર રહ્યા હતા. ભારત જ્યારે આર્થિક રીતે મુશ્કેલીઓથી ઘેરાયેલું હતું, ત્યારે કેવી રીતે એસ. વેંકટરામનને દેશને નાદાર થવાથી બચાવ્યો હતો, ફિલ્મમાં તેની જ વાર્તા બતાવવામાં આવશે. 2 મિનિટ 54 સેકન્ડના ટ્રેલરથી સ્પષ્ટ છે કે આ ફિલ્મ આર્થિક સાથે સાથે તે સમયની રાજકીય પરિસ્થિતિઓ પર પણ ફોકસ કરશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/9Rn52Mg
Previous
Next Post »