
- સેલિનાએ પતિ પીટર હાગ પાસે 50 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું
મુંબઇ : અભિનેત્રી સેલિના જેટલીએ શુક્રવારે મુંબઇના વરસોવા પોલીસ સ્ટેશનમાં તેના ઓસ્ટ્રિયન પતિ પીટર હાગ સામે જાતીય સતામણીની એફઆઇઆર નોંધાવી હતી. ભારતીય ન્યાયસંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધાવવામાં આવેલી આ પોલીસ ફરિયાદમાં સેલિનાએ તેના પતિ સામે ક્રૂરતા આચરવાનો, શારીરિક ઇજા કરવાનો, ડરાવવાનો અને સતત પરેશાન કરવાના આક્ષેપો કર્યાં છે. પીટર હાગ પોલીસ તપાસમાં સહકાર આપતો ન હોઇ તેની સામે લુક આઉટ સરક્યુલર પણ જારી કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. ગયા વર્ષે સેલિનાએ અંધેરીમાં જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ઘરેલુ હિંસા સામે રક્ષણ મેળવવા એકપક્ષી વચગાળાની રાહત માંગી હતી. સેલિનાએ આવકના વળતર પેટે ૫૦ કરોડ રૂપિયાની નુકશાની પણ માંગી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SUeE0yR
ConversionConversion EmoticonEmoticon