અલૌકિક ધ્રુવીય પ્રકાશપૂંજ ઔરોરા .


પ્રકાશ, વીજળી, ચુંબકત્વ અને રેડિએશન જેવી કુદરતી ઊર્જા પૃથ્વી પર અનેક વિસ્મય સર્જે છે. મેઘધનુષ સૂર્ય પ્રકાશનું અનુપમ સર્જન છે અને તે લગભગ બધે જ જોવા મળે છે. પરંતુ ધ્રુવ પ્રદેશમાં સૂર્યના વીજભારવાળા કણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ સાથે પ્રક્રિયા કરી રંગીન પ્રકાશપૂંજની દિવાલ રચે છે. ક્ષિતિજમાં દેખાતા આ રંગબેરંગી પ્રકાશ પૂંજને ઔરોરા કહે છે. આપણે તેને ધ્રુવીય જ્યોતિ કે મેરૂજ્યોતિ કહીએ છીએ. આ દીપ્તિમય છટા ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં વાયુમંડળમાં ઉપલા સ્તરમાં દેખાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nf364ye
Previous
Next Post »