
- મને કોઈ સારી સ્ક્રિપ્ટ આપો પ્લીઝ
- કિસી કા ભાઈ કિસી કી જાન જેવી ફાલતુ ફિલ્મો કરવા માટે વ્યાપક ટીકા બાદ હાથ લંબાવ્યો
મુંબઇ : સલમાન ખાને સૂરજ બડજાત્યા, કરણ જોહર અને સાજિદ નડિયાદવાળા સહિતના ફિલ્મ સર્જકોેેને પોતાને કોઈ સારી મજબૂત સ્ક્રિપ્ટવાળી ફિલ્મ આપવા વિનંતી કરવા માંડી છે.
'કિસી કા ભાઈ કિસી કી જાન' જેવી ફાલતુ ફિલ્મો કરવા માટે સલમાનની વ્યાપક ટીકાઓ થઈ છે. આ પહેલાં લોકડાઉન વખતે આવેલી તેની ફિલ્મ 'રાધે' તો સાવ બકવાસ ફિલ્મ હોવાની ટીકા ખુદ તેના પિતા સલીમ ખાને પણ કરી હતી.
આ બધી ટીકાઓથી હતાશ સલમાન હવે સારી સ્ક્રિપ્ટ અને સારા ડાયરેક્ટર માટે ફાંફા મારી રહ્યો છે.
માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર કરણ જોહર સાથે એક એકશન થ્રીલર ફિલમ માટે વાત ચાલે છે. સાજીદ નડિયાદવાળાને 'કીક ટૂ' માટે વાત કરવામાં આવી છે. સલમાનની કેરિયર બનાવનારા સૂરજ બડજાત્યા સાથે 'એક પ્રેમ કહાની' નામની મેચ્યોર લવ સ્ટોરીની વાત ચાલે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/9L4Z5QU
ConversionConversion EmoticonEmoticon