એકટ્રેસ સોનાક્ષી સિન્હાએ મુંબઇમાં ખરીધ્યુ નવુ ઘર, એપાર્ટમેન્ટનો ફોટો શેર કરીને બતાવી ઝલક

  Image Source: Sonakshi Sinha Instagram

નવી મુંબઇ, તા. 31 મે 2023, બુધવાર 

બોલીવૂડની બિન્દાસ એકટ્રેસ સોનાક્ષી સિન્હાએ મુંબઈમાં એકદમ નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે, તેણે પોતાના નવા ઘરની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અગાઉ 2021માં સોનાક્ષીએ બાંદ્રામાં પણ ઘર ખરીદ્યું હતું.

નવા ઘરના ફોટો કર્યા શેર 

સોનાક્ષીની તસવીરો જોઈને લાગે છે કે તે હવે મલ્ટિફ્લોર સી-ફેસિંગ ફ્લેટમાં રહેવાની તૈયારી કરી રહી છે. તેણે તેના લિવિંગ રૂમના ત્રણ ફોટા શેર કર્યા છે જેમાં તે પોઝ આપતી જોવા મળી રહી છે.

પ્લાસ્ટિકમાં ઢંકાયેલ ફર્નિચર અને અન્ય વસ્તુઓના ફોટોગ્રાફ્સ છે. આ ફોટોમાં અભિનેત્રી એપાર્ટમેન્ટમાં પોતાનું નવું ફર્નિચર ગોઠવતી દેખાઇ રહી છે.

ઘરની તસવીરો પોસ્ટ કરતા સોનાક્ષીએ લખ્યું કે, "મારુ માથું છોડ અને વાસણો અને લાઇટ અને ગાદલા અને પ્લેટ્સ અને કુશન અને ખુરશીઓ અને ટેબલ, કાંટા અને ચમચી, સિંક અને ડબ્બા સાથે ફરે છે... ઘર બનાવવું સરળ નથી !!!' સોનાક્ષી સિન્હા પાસે જુહુમાં એક એપાર્ટમેન્ટ પણ છે જેમાં તેના પિતા શત્રુઘ્ન સિંહા અને માતા પૂનમ સિંહા રહે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તાજેતરમાં જ રીમા કાગતી અને રૂચિકા ઓબેરોય દ્વારા નિર્દેશિત સોનાક્ષીની નવી વેબ સિરીઝ દહાડ રિલીઝ થઈ છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/hNpXv0V
Previous
Next Post »