
- અક્ષયની વધુ એક દેશભક્તિની ફિલ્મ
- એરફોર્સના વિવિધ ઓપરેશન્સ આધારિત ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું
મુંબઇ : અક્ષય કુમારની બોક્સ ઓફિસ પર ફિલ્મો અક પછી એક નિષ્ફળ ગઇ છે,છતાં અભિનેતા સાથેસાથે નવા પ્રોજેક્ટ પણ સાઇન કરતો જાય છે. તેની આગામી ફિલ્મ 'સ્કાય ફોર્સ' ભારતીય એરફોસનાં વિવિધ ઓપરેશન્સ પર આધારિત ફિલ્મ છે.
જેનું પ્રથમ શેડયુલ તેણે પુરુ કરી નાખ્યું છે. હવે બીજુ શેડયુલ તે આગામી મહિનામાં શરૂ કરવાનો છે.
અક્ષય કુમાર સાથે આ ફિલ્મમાં સારા અલી ખાન અન નિમરત કૌર પણ જોવા મળવાના છે. જોકે આ બન્ને અભિનેત્રીઓની ભૂમિકાની વિગતો હજુ જાહેર થઈ નથી. છે. સૂત્રે જણાવ્યું હતું કે, આ બન્ને અભિનેત્રીઓએ ફિલ્મ સાઇન કરી લીધી છે અને તેઓ આ એવિએશન થ્રિલરના આગામી શૂટિંગમાં જોડાશે.
સારા અને નિમ્રત બન્નેએ અક્ષય સાથ અનુક્રમે ે 'એરલિફ્ટ' અને' અતરંગી ર'ે ફિલ્મમાં કામ કર્યું છે. તેઓ આ ફિલ્મમાં નાનકડી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. અક્ષય કુમારેઆ ફિલ્મ માટે જુનથી ઓકટોબર મહિના સુધી ૫૦ દિવસોની તારીખ આપી દીધી છે. આ પછી તે હેરાફેરી ૩નું શૂટિંગ શરૂ કરશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6ec0fAr
ConversionConversion EmoticonEmoticon