
- 'પેરાસાઈટ'નો સોન્ગ કાંગ હો મુખ્ય ભૂમિકામાં
- મૂળ મલયાલમ ફિલ્મ ત્રણ વિદેશી સહિત કુલ સાત ભાષામાં બની ચુકી છે
મુંબઇ: મૂળ મોહનલાલની મલયાલમ ફિલ્મ અને તેના પરથી અજય દેવગણની હિન્દી રિમેક 'દૃશ્યમ' હવે કોરિયન ભાષામાં બનશે. આ માટે હિન્દી ફિલ્મ નિર્માતા તથા કોરિયન ફિલ્મ સ્ટુડિયો વચ્ચે કરાર થયા છે. કોઈ હિન્દી ફિલ્મ માટે સત્તાવાર રાઈટ્સ ખરીદીને કોરિયન ભાષામાં તેની રિમેક બનવાની હોય તેવું આ પહેલીવાર થઈ રહ્યું છે. આ ફિલ્મ મલયાલમમાં બન્યા પછી જુદી જુદી કુલ સાત ભાષામાં બની ચૂકી છે. તેમાંથી ત્રણ તો વિદેશી ભાષા છે. હવે આઠમીવાર કોરિયનમાં બનશે.
કોરિયન રિમેકમાં મુખ્ય રોલ એકટર સોન્ગ કાંગ હો કરશે અને ફિલ્મનું દિગ્દર્શન કિમ જી વૂનનું હશે. કોન્ગ કાંગ હો 'પેરાસાઈટ' ફિલ્મને લીધે દુનિયાભરમાં જાણીતો થઈ ચૂક્યો છે.
મૂળ ફિલ્મ 'દૃશ્યમ'૨૦૧૩માં મલયાલમ ભાષામાં બની હતી. આ પછી તેનો બીજો ભાગ ૨૦૨૧માં રીલીઝ થયો હતો. હિંદીમાં આ ફિલ્મ ૨૦૧૫ અને બીજો ભાગ ૨૦૨૨માં રીલીઝ થયો હતો. ફિલ્મની જબરદસ્ત સફળતા પછી અત્યાર સુધીમાં તે કન્નડ,તેલુગુ,તમિલ, હિંદી, સિંહલ (શ્રીલંકા), ચાઇનીઝમાં નિર્માણ થઇ છે અને હવે કોરિયન ભાષામાં બનવાની તૈયારી થઇ રહી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/X4GS0gD
ConversionConversion EmoticonEmoticon