- માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ જીવ છોડયો
- પોલીસે ટક્કર મારનાર વાહનચાલકની સાથે મૃતકના વાલીવારસોની તલાશ હાથ ધરી
બોચાસણ-બોરસદ હાઈવે માર્ગ ઉપર આવેલ ડભાસી ગામ પાસે આવેલી એક હોટલ નજીક ગઈકાલ નમતી બપોરના સુમારે એક ૨૫ થી ૩૦ વર્ષના આશરાનો યુવક ચાલતા જઈ રહ્યો હતો. દરમ્યાન અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી રસ્તેથી ચાલતા પસાર થઈ રહેલ યુવકને જોરદાર ટક્કર મારતા આ રાહદારી માર્ગ ઉપર પટકાયો હતો. અજાણ્યા યુવકને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે રસ્તેથી પસાર થતાં વાહનચાલકો તથા સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. દરમ્યાન આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસને જાણ થતાં બોરસદ ગ્રામ્ય પોલીસની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી મરણ જનાર યુવકના વાલી-વારસો અંગે શોધખોળ આરંભી છે.
સાથે સાથે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/NIiEjax
ConversionConversion EmoticonEmoticon