
બે મોબાઇલ ફોન વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવા માટે ઇન્ફ્રારેડ કિરણોનો ઉપયોગ થાય છે અને ટી.વી.ના રિમોટ કંટ્રોલમાં પણ ઇન્ફ્રારેડ કિરણો વહાવીને ટી.વી. તરફ સંકેતો મોકલે છે. આ વાત જાણીતી છે. ઇન્ફ્રારેડ કિરણો શું છે તે જાણો છો ? સૂર્ય પ્રકાશ સાત રંગોનોબનેલો છે એમ આપણે કહીએ છીએ પરંતુ આ સાત રંગો એટલે આપણી આંખ જોઈ શકે તેટલા જ રંગોની વાત છે. બાકી સૂર્ય પ્રકાશમાં આપણને ન દેખાય તેવા રંગો પણ હોય છે. સૂર્યનું સાત રંગમાં ત્રિપાર્શ્વ કાચ દ્વારા વિભાજન થાય છે. મેઘધનુષ્ય પણ પાણીના ટીપામાંથી પસાર થયેલ સફેદ કિરણોનું વિભાજન છે. સૂર્યપ્રકાશમાં ગરમી પણ હોય છે. હર્ષલ નામના વિજ્ઞાાનીને વિચાર આવ્યો કે સૂર્યના કિરણના સાત રંગોમાંથી કયા રંગમાં કેટલી ગરમી હશે ? તેણે ત્રિપાર્શ્વ કાચ વડે સાત રંગ ઉપજાવ્યા અને દરેક રંગમાં થર્મોમિટર મૂકીને ગરમી તપાસી.
આપણને દેખાય છે તે રંગોમાં જાંબલી, પીળો, લીલો, નારંગી અને લાલ રંગોમાં થર્મોમિટર મૂક્યા તેણે જોયું કે જાંબલીથી લાલ રંગ જતા ઉષ્ણતામાન વધતુ હતું. તેણે લાલ રંગ પછી પણ થર્મોમિટર મૂક્યું તો પણ ગરમી નોંધાઈ. તેણે નક્કી કર્યું કે, સૂર્ય કિરણોમાં સાત રંગોની પહેલા અને પછીના અદૃશ્ય કિરણોને ઇન્ફ્રારેડ નામ અપાયું જેને આપણે અધોરક્ત કિરણ પણ કહીએ છીએ. જાંબલી રંગ પહેલા
પારજાંબલી કે અલ્ટ્રા વાયોલેટ કિરણો હોય છે. આમ, રંગપટલમાં આપણને નહી દેખાતા કિરણોમાં એક્સ-રે, ગામા, બિટા જેવા અન્ય કિરણો પણ હોય છે. ઇન્ફ્રારેડ શક્તિશાળી કિરણ હોવાથી ઇલેક્ટ્રોનિક્સ સાધનોમાં ઉપયોગ થાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d2iOvo
ConversionConversion EmoticonEmoticon