
ખેડા : ખેડા તાલુકામથક અને નાયકા ગ્રામ પંચાયતમાં બપોર પછી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. વેપારીઓ અને અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. તાલુકાના નાયકા ગામમાં પણ સાત દિવસ માટે લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.
ખેડા તાલુકામથકમાં પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ અધિકારી તેમ જ અન્ય હોદ્દેદારો અને નગરના વેપારીઓ વચ્ચે લાંબી ચર્ચા બાદ સર્વાનુમતે શહેરમાં બપોર પછી લોકડાઉન અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડા પ્રાંત અધિકારી ઉમંગ પટેલ, પોલીસ સબ ઈન્સપેક્ટર બી.એમ.માલી, પાલિકા પ્રમુખ તથા કાઉન્સિલરો આ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક પછી કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ ૧૭-૪-૨૧થી ૨૫-૪-૨૧ સુધી ખેડા શહેરમાં તમામ દુકાનો સવારે ૬ વાગ્યાથી બપોરે ૩.૦૦ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. મેડિકલ સ્ટોર અને દૂધની દુકાનોને આ બંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ ઉપરાંત ખેડા તાલુકાના નાયકા ગામમાં પણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ગામમાં ત્રણ દિવસ માટે સ્વૈચ્છીક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આજે સ્વૈચ્છીક લોકડાઉનની તારીખ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે નાયકા ગામમાં ૧૬-૪-૨૧થી ૨૩-૪-૨૧ સુધી ફરી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉન દરમિયાન તમામ દુકાનો બપોરે ૨.૦૦ વાગ્યા સુધી જ ચાલુ રહેશે તેવું જાણવા મળે છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sqsKTJ
ConversionConversion EmoticonEmoticon