- નિર્માતા જે.ડી. મજેઠિયાની મુખ્યપ્રધાન સાથે થયેલી મીટિંગમાં ફેંસલો
મુંબઇ :મુંબઇમાં ફરી કડક લોકડાઉનના કારણે કામકાજ ઠપ થઇ ગયા છે. વીકેન્ડમાં સંપૂર્ણ લોકડાઉન હોવાથી ટીવી શોના શૂટિંગ શનિવારે અને રવિવારે કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્ય સરકારોના નિયમો અનુસાર દરેક પ્રોડકશન હાઉસને આ પ્રતિબંધ વિશે સૂચના આપી દેવામાં આવી છે. તેથી નિર્માતા-દિગ્દર્શકોએ પોતાની સ્ક્રિપ્ટ અનુસાર કામ કરવાનું ઝડપથી શરૂ કરી દીધું છે.
ઇન્ડિયન ફિલ્મ અને ટેલીવિઝન પ્રોડયુસર કાઉન્સિલના ચેરમેન જેડી મજેઠિયાએ ૪ એપ્રિલના રોજ મહારાષ્ટ્સના મુખ્યમંત્રી સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં પ્રોડયુસર, બ્રોડકાસ્ટર, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયન સિને એમ્પ્લોઇઝ અને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનના સભ્યો હાજર રહ્યા હતા. કોરોનાનો હાહાકાર મુંબઇમાં વધતો જતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જેડી મજેઠિયા એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અમે ૪ એપ્રિલના રોજ માનનીય મુખ્ય પ્રધાન સાથે મુલાકાત કરી હતી. અમે સંતુષ્ટ થીએ કે તેમણે અમારી સમસ્યાઓને ધ્યાનમાં લઇને અઠવાડિયાના પૂરા પાંચ દિવસ પૂર્ણ લોકડાઉન કર્યું નહીં. શનિઅને રવિવારે શૂટિંગ કરવાની પરવાનગી આપવામાં આવી નથી. આ સૂચના દરેક પ્રોડકશનહાઉસને આપી દેવામાં આવી છે. મોટા ભાગના લોકો પાસે એપિસોડસનો એક બેન્ક હોય છે. આ અઠવાડિયે તેઓ સમયાનુસાર કામ કરી શકશે. આવતા અઠવાડિયે કઇ રીતે કામ થાય છે, તે જોવાનું રહ્યું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fKoOdX
ConversionConversion EmoticonEmoticon