હમીદપુરા ચોકડી નજીકથી 15 પશુઓને ભરી કતલખાને લઈ જતું આયસર પકડાયું


આણંદ : આણંદ જિલ્લાની ઉમરેઠ પોલીસે ગઈકાલ રાત્રિના સુમારે હમીદપુરા ચોકડી નજીકથી કતલખાને લઈ જવાતા ૧૫ પશુઓ ભરેલ એક આયસર ટેમ્પા સાથે ત્રણ શખ્શોને ઝડપી પાડયા હતા. પોલીસે પશુઓ તેમજ આયસર ટેમ્પો મળી કુલ્લે રૂા.૯.૯૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કુલ ત્રણ શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરેઠ પોલીસની ટીમ ગઈકાલ રાત્રિના સુમારે પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન નગરના જાગનાથ ભાગોળ વિસ્તારમાં આવલે શૈફુલ્લા દરગાહ પાસેથી એક આયસર ટેમ્પામાં ભેંસો ભરી કતલખાને લઈ જવામાં આવનાર હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી અને આ આયસર ટેમ્પો હમીદપુરા ચોકડી તરફ જનાર હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ઉમરેઠ પોલીસની ટીમ સાંઈબાબા ચોકડી નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન બાતમીદારના વર્ણન મુજબનો આયસર ટેમ્પો ઓડ ચોકડી તરફથી આવી ચઢતા પોલીસે અટકાવવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ ટેમ્પાચાલકે ટેમ્પો ઉભો રાખ્યા વિના હમીદપુરા ચોકડી તરફ પુરપાટ ઝડપે હંકારી મુક્યો હતો. જેથી પોલીસે ફિલ્મીઢબે આયસર ટેમ્પાનો પીછો કરી હમીદપુરા ચોકડી નજીકથી ઝડપી પાડયો હતો. પોલીસે ટેમ્પામાં તલાશી લેતા પાછળના ભાગેથી ૧૪ ભેંસો અને એક પાડો અત્યંત ક્રુરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા અને ટેમ્પામાં પાણી કે ઘાસચારાની પણ કોઈ વ્યવસ્થા કરી ન હતી. પોલીસે ચાલકને આ પશુઓ અંગે પુછપરછ કરતા ઉમરેઠ શૈફુલ્લા દરગાહ નજીકથી જુનેદ શેખ નામના શખ્શે આ પશુઓ ભરી આપી આયસર ટેમ્પો પાદરાના આતી ખાતે રહેતા મોઈન સૈયદને મોકલાવેલ હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે સાજીદ ઐયુબ મલેક, મોઈન ઈસ્માઈલ સૈયદ (બંને રહે.આતી, તા.પાદરા) અને જુનેદ ઉર્ફે ભયલુ ઈમ્તીયાઝહુસેન શેખ (રહે.ઉમરેઠ) વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

૦૦૦૦૦

આણંદ જિલ્લાની ઉમરેઠ પોલીસે ગઈકાલ રાત્રિના સુમારે હમીદપુરા ચોકડી નજીકથી કતલખાને લઈ જવાતા ૧૫ પશુઓ ભરેલ એક આયસર ટેમ્પા સાથે ત્રણ શખ્શોને ઝડપી પાડયા હતા. પોલીસે પશુઓ તેમજ આયસર ટેમ્પો મળી કુલ્લે રૂા.૯.૯૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ત્રણેય શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32n97RW
Previous
Next Post »