આણંદ, તા. 5 માર્ચ 2021, શુક્રવાર
શહેરના જીવનદીપ સોસાયટીમાં રહેતા એક પરિવારના 3 સભ્યોએ આર્થિક સંકડામણના કારણે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં બે વ્યક્તિના મોત નીજપ્યાં છે જ્યારે એકનો બચાવ થયો છે. પરિવારના ત્રણેય જણાએ આર્થિક તંગીથી કંટાળીને આપઘાત કર્યો હોવાની લોકોમાં ચર્ચા છે.
આ બનાવની મળતી વિગત અનુસાર આણંદ શહેરની જીવનદીપ સોસાયટીમાં રહેતા અને વિદ્યાનગરમાં મિત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારેના ત્રણ સભ્યો ટીનાબેન પ્રકાશભાઈ શાહ (ઉં.વ.38), મિત પ્રકાશભાઈ શાહ (ઉ.વ. 12), શ્રુસ્ટીબેન પ્રકાશભાઈ શાહ (ઉં.વ.15)એ સામુહિક અભઘાતનો કર્યો પ્રયાસ કર્યો હતો. જેમાં શ્રુસ્ટીબેનની હાલત અત્યારે સ્થિતર હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NVJHHL
ConversionConversion EmoticonEmoticon