રે લવેના પાટાની આસપાસ પથ્થરના ટૂકડા પાથરેલા હોય છે. પાટા પરથી ગાડી પસાર થાય ત્યારે તેનીં ધણધણાટીથી પાટા ધ્રુજે છે. આ ધ્રુજારી અટકાવવા માટે તેની આજુબાજુ કાંકરા પાથરવામાં આવે છે.
પાટાની નીચે લાકડાના સ્લીપર વચ્ચે પણ કાંકરા રાખવા પડે છે. આ વાત જાણીતી છે. આ પથ્થરોને બેલાસ્ટ કહે છે. બેલાસ્ટ ૧.૫ ઇંચથી બે ઇંચ જાડા હોય છે. આ માપ જાળવી રખાય છે. એટલે જતો લગભગ સરખા કદના જોવા મળે છે. ગાડી પસાર થાય ત્યારે તમે જોજો કે આ કાંકરા ધ્રુજતા હોય છે. એટલે કે પાટાની ધ્રુજારી તેમણે શોષી લીધી હોય છે. પાટાની આજુબાજુ તો ઠીક પણ પાટાની નીચે બેલાસ્ટનો ૮ ઇંચ જાડો થર હોય છે અને તેની નીચે બીજો ૬ ઇંચનો નાના કાંકરાનો થર હોય છે અને ત્યારબાદ જમીનની માટી હોય છે. એટલે બેલાસ્ટ એ માત્ર પથરા નથી પણ રેલવેના એન્જીનિયરીંગની મહત્વની ચીજ છે. પથરાના આ ટુકડાને પહેલા ૨ ઇંચના છિદ્રવાળા ચારણાથી ચાળીને ફરી દોઢ ઇંચના છિદ્રવાળા ચારણાથી ચાળીને મેળવવામાં આવે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rhPzt4
ConversionConversion EmoticonEmoticon