
- સંજય ગુપ્તાની પ્રથમ ફિલ્મ 1992ના જેજે હોસ્પિટલમાં થયેલા શૂટ આઉટ પર આધારિત
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ
સાલ ૨૦૦૭માં રીલિઝ થયેલી ફિલ્મ શૂટ આઉટ એટ લોખંડવાલાએ રૂપેરી પડદે ધમાલ મચાવી હતી. ૨૦૦૭ની સાલની એ ફિલ્મસૌથી સફળ ફિલ્મ બની હતી. આ પછી ફિલ્મના રાઇટર સંજય ગુપ્તાએ ૨૦૧૩માં શૂટ આઉટ એટ વડાલા રીલિઝ કરી હતી. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારું કલેકશન કર્યું હતું. હવે સંજય ગુપ્તા ત્રીજી સીરીઝની તૈયારી કરી રહ્યા છે.
આ ફિલ્મ ૧૯૯૨માં જેજે હોસ્પિટલમાં થયેલા શૂટ આઉટ પર આધારિત છે. આ શૂટ આઉટ દાઉદ ઇબ્રાહિમ અને અરુમ ગલવીની ગેન્ગ વચ્ચે થયો હતો. બન્ને ગેન્ગસની દુશ્મનીને ધ્યાનમાં રાખીને આ ફિલ્મનું કામચલાઉ નામ ૩ ઃ ગેન્ગ વોર્સ ઓફ બોમ્બે રાખવામા ંઆવ્યું છે.
જોકે આ ફિલ્મની કાસ્ટ વિશે હજી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ તો સંજય ગુપ્તા ફિલ્મની સ્ક્રિપ્ટ પર રજત અરોરા સાથે કામ કરી રહ્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QHFyYS
ConversionConversion EmoticonEmoticon