અમિતાભ બચ્ચનને મળશે એક વધુ આંતરરાષ્ટ્રીય એવોર્ડ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 10 માર્ચ 2021, બુધવાર

અમિતાભ બચ્ચનને ફક્ત દેશમાંથી જ નહીં વિદેશમાંથી પણ ભરપૂર સમ્માન મળ્યું છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ઘણા ઇન્ટરનેશનલ એવોર્ડ મેળવ્યા છે. હવે વધુ એક આંતરરાષ્ટ્રીય એવોર્ડથી તેમને સમ્માનિત કરવામાં આવવાના છે. રસપ્રદ વાત તો એ છે કે, અમિતાભ પ્રથમ ભારતીય છે જેને આ એવોર્ડ મળવાનો છે. 

અમિતાભને એફઆએએફથી જોડાયેલા ફઇલ્મ હેરિટેજ ફાઉન્ડેશને નોમિનેટ કર્યા હતા.૧૯ માર્ચના એક વર્ચ્યુઅલ ઇવેન્ટ દ્વારા અમિતાભને આ એવોર્ડ આપવામાં આવશે. અમિતાભને આ એવોર્ડ વર્લ્ડ ફિલ્મ હેરિટેજના સંરક્ષણમાં તેમના સમર્પણ અને યોગદાન માટે મળવાનો છે. આ એવોર્ડ મેળવનારા અમિતાભ પ્રથમ ભારતીય છે.આ એવોર્ડથી અમિતાભને લોકપ્રિય ઇન્ટરનેશનલ ડાયરેકટર ક્રિસ્ટોફર નોલન અને માર્ટિન સ્કોસીજી સમ્માનિત કરશે. 

અમિતાભે આ એવોર્ડ મેળવવા માટે જણાવ્યું હતુ ંકે, હું બેહદ આભારી છું કે મને એવા કામ માટે એવોર્ડ મળી રહ્યો છે જેના માટે હું પ્રતિબદ્ધ છું. જ્યારે હું આ ફાઉન્ડેશનનો એમ્બેસેડર બન્યો હતો ત્યારે જ મને આપણી બહુમૂલ્ય ફિલ્મોને આપણે કઇ રીતે નજરઅંદાજ કરીએ છીએ  તેનો અંદાજ આવી ગયો હતો. તેથી મેં તરત જ કામ કરવાના પ્રયાસ કર્યા હતા. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ObugLD
Previous
Next Post »