નવી દિલ્હી, તા. 12 માર્ચ 2021, શુક્રવાર
સુરીલી અવાજની મલિકા શ્રેયા ઘોષાલ આજે એટલે કે 12 માર્ચે પોતાનો જન્મદિવસ મનાવે છે. શ્રેયાને બોલીવુડની સફળ સિંગર્સમાંથી એક માનવામાં આવે છે. તેમણે પોતાના સિંગિંગ કરિયરમાં કેટલાય સુપરહિટ સોન્ગ્સ આપ્યા છે. શ્રેયા ઘોષાલના જન્મદિવસના અવસરે જાણો તેમના સાથે સંકળાયેલ કેટલીક ખાસ બાબતો વિશે...
- શ્રેયા ઘોષાલનો જન્મ 12 માર્ચ 1984એ પશ્ચિમ બંગાળમાં બેહરામપુરના મુર્શિદાબાદમાં થયો હતો.
- બાળપણથી જ તેમને ગાયનનો શોખ હતો, આ જ કારણ હતું કે શ્રેયા ઘોષાલે ચાર વર્ષની ઉંમરથી જ સંગીતનું તાલિમ લેવાનું શરૂ કરી દીધું હતું.
- ટીવી શો 'સારેગામાપા'થી શ્રેયાને મોટી તક મળી અને આગળ તેમની પ્રગતિના માર્ગ ખુલતા ગયા. આ શોને સિંગર સોનૂ નિગમ હોસ્ટ કરતા હતા.
- શ્રેયાના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે 'સારેગામાપા'માં બીજીવાર ભાગ લીધો. આ વખતે તેમના પરફૉર્મન્સે ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભંસાલીનું ધ્યાન આકર્ષિત કર્યુ અને ભંસાલીએ વર્ષ 2000માં પોતાની ફિલ્મ 'દેવદાસ' માટે ગીત ગાવાનો પ્રસ્તાવ રાખ્યો.
- શ્રેષ્ઠ ગાયન માટે શ્રેયા ઘોષાલને કેટલાય પુરસ્કાર પણ મળી ચુક્યા છે. તે ભારતની પ્રથમ એવી ગાયિકા છે જેમને માત્ર 26 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચુક્યો છે.
- ફિલ્મફેર એવૉર્ડ વિજેતા શ્રેયાના નામ પર આજે પણ અમેરિકાના 'ઓહિયો' રાજ્યમાં 26 જૂનના દિવસે 'શ્રેયા ઘોષાલ ડે'ના નામથી મનાવવામાં આવે છે.
- લતા મંગેશકરને પોતાની પ્રેરણા માનનાર શ્રેયા ઘોષાલે હિન્દી ઉપરાંત બંગાળી, તમિલ, તેલુગૂ, કન્નડ, મરાઠી અને ભોજપુરીમાં ગીત ગાયા છે.
- અંગત જીવનની વાત કરીએ તો પોતાના લગ્નને લઇને શ્રેયા ઘોષાલ ઘણી ચર્ચામાં રહી. લાંબા સમયના અફેયર બાદ શ્રેયાએ પોતાના બાળપણ દોસ્ત શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે વર્ષ 2015માં ગુપચુપ રીતે લગ્ન કરી લીધા હતા.
- શ્રેયા ઘોષાલે તાજેતરમાં પોતે પ્રેગ્નેટ હોવાની માહિતી સોશિયલ મીડિયા મારફતે આપી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30EKWxm
ConversionConversion EmoticonEmoticon