અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાંથી રજા મળતાં જ પ્રશંસકો માટે લખી નાખી એક કવિતા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.04 માર્ચ 2021, ગુરુવાર

પીઢ અભિનેતા અમિતાભ બચ્ચને હાલમાં જ મોતિયાની સર્જરી કરવી છે. હવે તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે અને ઘરે પાછા આવી ગયા છે. જેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોને આપી હતી. અમિતાભ જલદી જ શૂટિંગ શરૂ કરે તેવી શક્યતા છે. 

અમિતાભે હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી સોશિયલ મીડિયા પર પ્રશંસકોને એક ખાસ પોસ્ટ  કવિતા રૂપે શેર કરી છે. તેમણે આ કવિતા પોતાના બ્લોગ પર લખી છે. 

અમિતાભે લખ્યું છે કે, હું દ્રષ્ટિહીન, પર દિશા હીન નહીં મૈં

હું સુવિધા હીન, અસુવિધા હીન નહીં મેં

સહલાને વાલોં કી, મૃદુ હૈ સંગત, બહલાને વાલે સબ, યહાં સુસજ્જિત...

સોશિયલ મીડિયા પર અમિતાભની આ કવિતા વાયરલ થઇ રહી છે. યુઝર્સ તેમની કવિતાને પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MMnb3d
Previous
Next Post »