ઠંડા લોહીવાળું હિંસક પ્રાણી : મગર


મ ગર જમીન અને પાણી એમ બંનેમાં રહેવાવાળું હિંસક અને શક્તિશાળી પ્રાણી છે. વિશ્વભરમાં જુદી જુદી જાતના મગર જોવા મળે છે. તે રોમાંચક અને લોકપ્રિય પણ છે. મગર વિશે કેટલીક રસપ્રદ વાતો પણ જાણવા જેવી છે.

મગરની ૧૪ જાત જોવા મળે છે. તે ૧.૫ મીટરથી બે મીટર સુધીની લંબાઈના હોય છે.

મગરની ચામડી સખત અને ખરબચડી હોય છે તેને પરસેવો વળતો નથી. તે શરીરની ગરમી મોં વાટે બહાર કાઢે છે. અને વધારાનો ક્ષાર આંખોમાંથી આંસુ દ્વારા બહાર કાઢે છે.

મગરના જડબાં ભીડવાની તાકાત તમામ પ્રાણીઓમાં સૌથી વધુ હોય છે. જો કે જડબા ખોલવાની શક્તિ નબળી હોય છે. સામાન્ય માણસ પણ તેના જડબા 

પકડીને ખૂલતાં અટકાવી શકે.

મગરને ૮૦ દાંત હોય છે. દાંત પડી જાય 

પછી નવા આવે છે. જીવનભર દાંત 

પડીને નવા આવ્યા જ કરે છે.

મગર ટૂંકા અંતર માટે ઝડપથી દોડી શકે છે. 

મગરની બે મુખ્યજાત છે કોકોડાયલ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. ચીન અને અમેરિકામાં એલિગેટર પ્રકારના મગર હોય છે.

મગર રાત્રિના અંધકારમાં પણ જોઈ શકે છે. તેની આંખો બિલાડીની જેમ ચમકે છે. તે દૂરના અવાજો અને ગંધ પણ ઓળખી શકે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rmmkp6
Previous
Next Post »