પ્રેરક વિચારો : ભગવાન પ્રસન્ન થશે તો સદગુણ આપશે


  1. ઇશ્વર દિવ્ય ચેતના છે. તેથી એને સદગુણો તથા સત્યપ્રવૃત્તિઓના રૂપમાં જ જોઈ શકાય છે.
  2. ધર્મનું કાર્ય મનુષ્યના હૃદયને વિશાળ બનાવે છે.
  3. ભગવાન પ્રસન્ન થશે તો સદગુણ આપશે.
  4. કર્તવ્યનું પાલન જ ચિતની શાંતિનો મૂળ મંત્ર છે.
  5. પ્રાપ્ત પરિસ્થિતિ તો સદુપયોગ જ કર્મ યોગ છે.
  6. પચાસ વર્ષ પૂરાં થાય એટલે સમજવું અડધું શરીર કાળના મુખમાં ગયું છે.
  7. ભગવાન આપણી જબાનને નહીં, નીયતને જુએ છે. ચિન્તનને જુએ છે. ભાવનાઓને જુએ છે.
  8. પુત્ર તો કેવળ કુળને તારે છે. પુત્રી લાયક હોય તો પિતાનું અને પતિનું બંને કુળ તારે છે.
  9. સેવાના અનેક માર્ગ છે. તેમાં શ્રમદાન, અંશદાન, સમયદાન અને જ્ઞાાાનદાન મુખ્ય છે.
  10. ગાયત્રી માતા વેદ માતા છે. બધાં જ વેદોના જન્મ ગાયત્રીથી જ થયા છે.
  11. શરીર તરફ તો આપણું ધ્યાન જાય છે. પરંતુ મન તરફ જતું નથી. ધ્યાન (સ્ીઙ્ઘૈંટ્વંર્ૈહ) આપણા મનને તથા જીવનને બદલી નાખે છે.
  12. ગુરુ સર્વોતમ તીર્થ છે, માતા-પિતા સમાન કોઈ તીર્થ નથી, સત્ય તીર્થ છે, ક્ષમા તીર્થ છે, પવિત્રતા તીર્થ છે. જ્ઞાાાન તીર્થ છે, મંત્રજપ તીર્થ છે. સ્વાધ્યાય તીર્થ છે. દયા-કરૂણા- પ્રેમ તીર્થ છે.
  13. જિન્દગી હસતા-રમતા જીવવા માટે છે.
  14. એક ી પોતાના જીવનમાં જેટલો ત્યાગ કરે છે, પુરુષ એટલો ત્યાગ સો જન્મોમાં પણ નથી કરી શક્તો.
  15. ભગવાન એક વિધિ-વ્યવસ્થા છે, જે અગ્નિ અથવા વીજળીની જેમ માત્ર સદુપયોગની શરત પર અનુગ્રહ કરે છે.
  16. મનુષ્યનો એક જ ધર્મ છે. માનવતા
  17. જેવા આપણને મિત્ર, પુત્ર, ધન, ી વહાલાં છે. તેવો વહાલો ભગવાન લાગે તેનું જ ભક્તિ.
  18. યાદશક્તિ વધારવા માટે મનનું સકારાત્મક હોવું. મનનું શાંત અને એકાગ્ર થવું જરૂરી છે.
  19. સંસાર દુઃખ નથી આપતો, સંસારની આસક્તિ દુઃખ આપે છે. 
  20. સંસારમાં આપણને ઓળખે છે કોણ ? એક તે જ તો છે.
  21. અધ્યાત્મવાદી જે કંઈ પણ પ્રાપ્ત કરશે. તે સમાજમાં વિતરિત કરી દેશે.
  22. નિષ્કામ કર્મનો અર્થ છે કર્મયોગ.
  23. પોતે પોતાને ધોખો દેવો જ સૌથી મોટું પાપ છે.
  24. મૃત્યુ જીવનનું અટલ સત્ય છે, એટલા માટે દરેક ક્ષણે એને યાદ રાખીએ.
  25. એકાદશી વ્રતનો હેતુ, ભૂખથી પીડિતોના પ્રતિ હમદર્દી જાગ્રત થાય.
  26. તુલસી આપણાં ઘરમાં શોભાયમાન રહે.
  27. પોતાના ભાગ્યને નિખારવાની એક માત્ર ચાવી પોતાની ભાવનાઓને સુધારીએ.


from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P7oFq3
Previous
Next Post »