
- નડિયાદમા ૧૮, મહેમદાવાદમાં ૩, વસો અને ઠાસરામાં બે-બે જ્યારે ગળતેશ્વર અને મહુધામાં એક એક દર્દી
ખેડા જિલ્લામાં આજે ફરીએકવાર ડબલ ડિજીટમાં કુલ ૨૭ કોરોનાના કેસો નોંધાયા છે.જિલ્લાના નડિયાદમાં ૧૮, મહેમદાવાદમાં-૩,વસો અને ઠાસરામાં ૨-૨જ્યારે ગળતેશ્વર અને મહુધામાં ૧-૧ કેસ મળી કુલ ૨૭ કોરોનાના કેસો નોંધાયા છે.જિલ્લામાં છેલ્લા દસ મહિનામાં મળેલા કુલ કેસોનો આંકડો ૩,૭૩૨ પર પહોંચ્યો છે.
ખેડા જિલ્લામાં આજે કુલ-૪૦૧ સેમ્પલ લેવામાં આવ્યા છે.આજે જાહેર થયેલ યાદી મુજબ જિલ્લાની બે કોવિડ હોસ્પિટલોમાં ૯૭ દર્દીઓ સારવાર હેઠળ છે.બે બાયપેપ પર અને એક દર્દી ઓક્સિજન પર જ્યારે ૯૪ દર્દીઓની હાલત સ્ટેબલ હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે.ખેડા જિલ્લામાં આજે હેલ્થ કેર વર્કર-૩, ફ્રન્ટલાઇન વર્કર-૬૮, સિનિયર સીટીઝન (૬૦ વર્ષથી કે તેથી વધુ )-૫૦૧૭, ૪૫ થી ૫૯ વર્ષ(બિમારી ધરાવતા)-૧૦૭૯- લાભાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો.
ખેડા જિલ્લામાં આજે નોધાયેલ કોરોના કેસમાં મહિલા ઉં. વ. ૪૩ વિનસ પાર્ક નડિયાદ, પુરુષ ઉં. વ. ૩૯ પૂર્ણીમા પાર્ક નડિયાદ, પુરુષ ઉં. વ. ૩૯ મેઘનાનગર સોસાયટી નડિયાદ, કિશોરી ઉં. વ. ૧૭ શિવમ સોસાયટી નડિયાદ, મહિલા ઉં. વ. ૬૪ નહેરૂ નગર નડિયાદ, પુરુષ ઉં. વ. ૩૯ યોગીનગર તા નડિયાદ, મહિલા ઉં. વ. ૪૦ સંત યોગીરાજ સોસાયટી નડિયાદ, પુરુષ ઉં. વ. ૨૩ રત્નમૈયા સોસાયટી નડિયાદ, મહિલા ઉં. વ. ૨૪ પ્રાઇમ હેવન નડિયાદ,મહિલા ઉં. વ. ૩૯ પ્રાઇમ હેવન નડિયાદ, પુરુષ ઉં. વ.૫૨ આખડોલ તા નડિયાદ, મહિલા ઉં. વ. ૬૮ વ્રજભૂમિ સોસાયટી નડિયાદ, મહિલા ઉં. વ. ૬૦ ટીંચીંગ સ્ટાફ ક્વાટર્સ નડિયાદ, મહિલા ઉં. વ. ૨૪ ખ્રિસ્તી સ્ટ્રીટ અરેરા તા નડિયાદ,મહિલા ઉં. વ. ૨૧ અંતરા એપાર્ટમેન્ટ નડિયાદ, કિશોરી ઉં. વ.૧૫ શારદા બંગ્લોઝ નડિયાદ,મહિલા ઉં.વ.૬૬ સોનલ સોસાયટી નડિયાદ,મહિલા ઉં.વ.૭૮ આનંદ પાર્ક નડિયાદ,મહિલા ઉં.વ.૪૬ પારસકૂઇ મહેમદાવાદ,પુરુષ ઉં.વ.૨૬ કનીજલાટ તા મહેમદાવાદ,પુરુષ ઉં.વ.૪૭ પ્રણામી સોસાયટી નેનપુર તા મહેમદાવાદ,પુરુષ ઉં.વ.૨૪મિત્રાલ તા વસો,મહિલા ઉં.વ.૩૮ રૂપાટેકરા ચોક પીજ તા વસો,મહિલા ઉં.વ.૪૯ મહાલ્ક્ષમી સોસાયટી ડાકોર તા ઠાસરા,મહિલા ઉં.વ.૨૬ ચેતરસુંબા ગામ તા ઠાસરા,મહિલા ઉં.વ.૪૯ સાંગોલ તા ગળતેશ્વર,પુરુષ ઉં.વ.૭૫ ભણસાલી ટીંમ્બા મહુધામાં નવો કેસ નોંધાયો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PxZtIU
ConversionConversion EmoticonEmoticon