પરેશ રાવલ કોરોનાની રસી લીધા પછી પણ કોવિડ-19નો ભોગ બન્યા


- આ પહેલા નિર્માતા રમેશ તોરાની પણ આ જ રીતે કોરોનાના સપાટામાં આવ્યા છે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. ૨૭

બોલીવૂડ સેલિબ્ર્ટિઓમાં કોરોના ઝડપથી પ્રસરતો જાય છે. આ યાદીમાં પરેશ રાવલનું નામ પણ સામેલ થઇ ગયું છે. પરેશ રાવળે તેમની કોરોના ટેસ્ટપોઝિટિવ આવ્યાનું શુક્રવારે રાતના જણાવ્યું હતું. કોરોનાની વેક્સિન લીધા પછી કોરોનાગ્રસ્ત થયાનો આ બીજો કિસ્સો છે. આ પહેલા નિર્માતા રમેશ તોરાની પણ કોરોનાના સપાટામાં આવ્યા હતા અને તેમણે પણ વેક્સિન લીધી હતી. 

પરેશ રાવલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, દુર્ભાગ્યવશ હું કોરોના પોઝિટિવ આવ્યો  છું. છેલ્લા દસ દિવસમાં જેઓ પણ મારા સંપર્કમાં આવ્યા હોય તેમણે પોતાની ટેસ્ટ કરાવી લેવી. 

પરેશ રાવલે પોતાનો પ્રથમ વેક્સિન ડોઝ માર્ચ ૯ તારીખના લીધો હતો. ત્યાર તેમણે ડોકટરો અને નર્સીસનો આભાર માનતા પોતાની તસવીર સોશિયલ મીડિયા પર મુકી હતી. 

આ અઠવાડિયાની શરૂઆતમાં મિલિંદ સોમણ પણ કોરોનાના સપાટામાં આવ્યો હોવાનું જણાવ્યુ ંહતું. આ ઉપરાંત રોહિત સરાફ, આમિર ખાન, આર. માધવન, સિદ્ધાંત ચતુર્વેદી,રણબીર કપૂર, સંજય લીલા ભણશાલી તેમજ અન્યો કોરોનાના સપાટામાં ાવી ગયા છે. 

જોકે હવે રણબીર કપૂરનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QMTOzx
Previous
Next Post »