સ્કેનરનો શોધક : રૂડોલ્ફ હેલ .


ત સવીરો અને દસ્તાવેજોની નકલને ડિજીટલ સ્વરૂપે કમ્પ્યુટરમાં મૂકવા કે ફેક્સમાં મોકલવા માટે સ્કેન કરવાં પડે છે. સ્કેન એટલે કોઈ પણ ચીજ વસ્તુ કે ચિત્રનું સંપૂર્ણ નિરીક્ષણ કરવું. કમ્પ્યુટરમાં સ્કેનર એ અગત્યનો હિસ્સો છે. તેમાં પ્રકાશના શેરડા દ્વારા ચિત્ર કે દસ્તાવેજની નકલને ડિજિટલ સ્વરૂપે કરીને સાચવે છે. સ્કેનરની શોધ રૂડોલ્ફ હેલ નામના જર્મન વિજ્ઞાાનીએ કરેલી.

રૂડોલ્ફ હેલનો જન્મ ઇ.સ.૧૯૦૧ના ડિસેમ્બરની ૧૯ તારીખે જર્મનીના એગ્મૂલ શહેરમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ વતનમાં પૂર્ણ કરીને તે ઇલેક્ટ્રિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરવા મ્યુનિક ગયો. ઇ.સ.૧૯૨૫માં તેણે ટીવીની કેથોડ રે ટયૂબની શોધ કર્યા પછી તેણે ઇલેક્ટ્રોનિક ઇમેજિંગ ક્ષેત્રે ઘણા સંશોધનો કર્યા. ઇ.સ.૧૯૩૨માં તેણે ઇલેક્ટ્રોકેમિકલ સ્કેન સિસ્ટમની શોધ કરી. આ સાધનને હેલ રેકોર્ડર કહેતાં, તેનો સમાચાર પત્રોમાં ખૂબ ઉપયોગ થતો. બીજા વિશ્વયુદ્ધમાં તેની ફેક્ટરી પડી ભાંગી હતી ત્યાર બાદ ૧૯૫૦માં તેણે ફેક્સ મશીનો બનાવ્યા.

ફેક્સ મશીન પોસ્ટઓફિસ, પોલીસતંત્ર, હવામાન વિભાગ અને સૈન્ય તંત્રમાં ભારે ઉપયોગી થયા. ત્યાર બાદ તેણે રંગીન ચિત્રો સ્કેન કરવા હેલિયો કિલશોગ્રામ મશીન પણ બનાવ્યું. હેલે કરેલી શોધ બદલ તેને જર્મનીનો ગ્રાન્ડક્રેટ્સ ઓફ મેરિટ એનાયત થયેલો. તેણે શોધેલો હેમ રેડિયો આજે પણ ઉપયોગી થાય છે. ૨૦૦૨ના માર્ચની ૧૧મી તારીખે તેનું અવસાન થયું હતું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36LW27u
Previous
Next Post »