(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.02 ફેબ્રુઆરી 2021, મંગળવાર
કંગના રનૌત પોતાની ફિલ્મો કરતાં વિવાદને કારણે વધુ ચર્ચામાં રહે છે. હાલ તે પોતાની આવનારી ફિલ્મ ધાકડનું શૂટિંગ મધ્ય પ્રદેશમાં કરી રહી છે. તેણે પોતાના બે સગા ભાઇ-બહેન તેમજ પિતરાઇ માટે ચાર ફ્લેટસ ખરીદ્યા છે.
સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, કંગના પોતાના પરિવારને સપોર્ટિવ છે. તેણે ચંદીગઢમાં એરપોર્ટ નજીકના હાઇ સ્ટ્રીટ એરિયામાં ચાર લકઝરી ફ્લેટસ ખરીદ્યા છે. જેની આસપાસ સારા મોલ્સ અને રેસ્ટોરન્ટસ છે. આ ફ્લેટસ માટે તેણે રૂપિયા ચાર કરોડ ચુકવ્યા છે.
રિપોર્ટમાં વધુમાં જણાવામાં આવ્યું છે કે, હિમાચલ પ્રદેશના લોકો હંમેશાથી ચંદીગઢમાં ઘર ખરીદવા માટે શમણું જોતા હોય છે. કંગનાએ પોતાના ભાઇ-બહેનોનું આ સ્વપ્ન પુરુ કર્યું છે.
કંગનો સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, હું આ દ્વારા લોકોને પ્રોત્સાહિત કરવા માંગુ છુ ંકે પોતાનું ધન પરિવાર માટે સદઉપયોગ કરો. ખુશી જેટલી વેંચશો તેટલી અનેક ગણી વધી જતી હોય છે.
આ સુંદરઅને લકઝરી એપાર્ટમેન્ટનું નિર્માણ ચાલુ છે અને ૨૦૨૩માં તૈયાર થતા પઝેશન મળશે.
મારા પરિવાર માટે કાંઇક કરી છુટવાથી હું સ્વયંને ભાગ્યશાળી માનું છું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YDIuX7
ConversionConversion EmoticonEmoticon