કમ્પ્યુટરને ઠંડુ રાખતી હીટ સિન્કનું વિજ્ઞાાન


ધા તુના વાયરમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થાય ત્યારે તે વીજળીનો પ્રતિકાર કરે છે. અને તેથી ગરમ થાય છે. ઇલેક્ટ્રિકના સાધનો ટીવી, ફ્રિઝ, કમ્પ્યુટર અને મોબાઈલ  ફોન પણ ચાલુ હોય ત્યારે ગરમ થાય છે. કમ્પ્યુટર પણ વીજળી વડે ચાલે છે.  કમ્પ્યુટરના પ્રોસેસર ઝડપથી રૂમમાં વાપરવા સલાહભર્યું છે તેમ છતાં કમ્પ્યુટરના સીપીયુમાંથી ગરમી દૂર કરવા નાનકડા પંખા હોય છે. પ્રોસેસર ઉપર હીટ સિન્ક નામનું સાધન હોય છે. હીટ સિન્ક મહત્વનું છે તેના વિના પ્રોસેસર ચાલે જ નહીં. હીટ સિન્ક એલ્યુમિનિયમના અનેક સ્તરની ગોઠવણીવાળું સાદું સાધન છે. તે કારના રેડિયેટર જેવું કામ કરે છે.

એલ્યુમિનિયમ ઝડપથી ગરમ થાય છે અને અન્ય ગરમ પદાર્થની નજીક આવે ત્યારે તેમાંથી ગરમીનું શોષણ કરે છે. એલ્યુમિનિયમમાં ગરમી ઝડપથી વહે છે અને પવન લાગે તો ઝડપથી ઠંડુ પણ થાય છે. પ્રોસેસરની નજીક રાખેલી હીટ સિન્ક પ્રોસેસરમાંથી સતત ગરમી શોષે છે. અને પંખાની મદદથી નિકાલ કરે છે.

હિટ સિન્ક એલ્યુમિનિયમના અનેક પાતળા પડવાળુ હોય છે. તેનો આકાર ચોરસ કે ગોળાકાર  હોય છે. પડની વચ્ચેથી હવાની આવ જા થઈ શકે છે. તે જેટલી ગરમી મેળવે તેટલી જ ઝડપથી ગુમાવે છે. એટલે પ્રોસેસરને ગરમ થતું અટકાવે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jlKj4o
Previous
Next Post »