- એક તરફ કિસાન આંદોલનથી ભારતની ઇમેજ ખરડાઇ રહી છે તો બીજી તરફ એપલના એસેમ્બલીંગ યુનિટમાં તોડફોેડે ભારતની ચિંતામાં વધારેા કર્યો હતો
એપલે ભારતમાં પોતાનો એકસપાન્સન પ્લાન અટકાવી દીધો છે તેવા અહેવાલો માત્રથી ભારત સરકાર સ્તબ્ધ થઇ ગઇ હતી. પોતાના એસેમ્બલીંગ યુનિટમાં થયેલી તોડફોડથી એપલ નારાજ છે અને તેણે ભારત સરકાર સમક્ષ પોતાની નારાજગી વ્યકત કરી છે. એપલ નારાજ થાય એ ભારત સરકારને લગ્ગીરેય પોષાય એમ નથી કેમકે ભારત આવવા તૈયાર અન્ય વિદેશી કંપનીઓ પર પણ તેની અવળી અસર પડી શકે છે.
ચીન છોડી રહેલી અંદાજે ૧૦૦૦ જેટલી અમેરિકન કંપનીઓ ને ભારત ખેંચી લાવવા ભારતનું કોમર્સ મંત્રાલય એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. પરંતુ એક તરફ કિસાન આંદોલનથી ભારતની ઇમેજ ખરડાઇ રહી છે તો બીજી તરફ એપલના એસેમ્બલીંગ યુનિટમાં તોડફોેડે ભારતની ચિંતામાં વધારેા કર્યો હતો. કેમકે તે ભારતના મેક ઇન ઇન્ડિયાના સપનાં પર સીધા હથોડા સમાન ઘટના હતી.
કહે છે કે કોમર્સ મંંત્રાલયે ત્વરીત પગલાં લઇને એપલને કેટલીક ખાત્રીઓ આપીને સમજાવી લીધું છે એટલે એપલ તેનો એક્સપાન્સન પ્લાન ચાલુ રાખવાનું છે. સરકારે ભલે ટેમ્પરરી હાશકારો અનુભવ્યો હોય પણ તોફાનો પાછળ રહેલી કર્મચારીઓની નારાજગી પણ ધ્યાનમાં લેવાની જરૂર છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે એપલના એસેમ્બલીંગ યુનિટ પર થયેલા હુમલાને વખોડવામાં કર્ણાટકના સત્તાઘારી પક્ષ સાથે વિરોધ પક્ષો પણ જોડાયા હતા. કેમકે દરેક જાણે છે કે પોતાના રાજ્યમાં એપલ હોય એ ગૌરવ સમાન વાત છે. કંપનીને કરોડોનું નુકશાન થયું છે પરંતુ તેથી ભારતની ઇમેજને પણ મોટું નુકશાન પહોંચ્યું છે. એપલ ફોનનું એસેમ્બલીંગ કરતી કંપની પરના હુમલાને મેક ઇન ઇન્ડિયા પર ફટકા સમાન ગણાવાયું છે. બેંગલોરથી ૫૦ કિલોમીટર દુર આવેલા એપલના એસેમ્બલીંગ યુનિટ વિસ્ટ્રોનમાં થયેલા તોફાનો ભારતમાં વિદેશની કંપનીઓ પોતાના મેન્યુફેરક્ચરીંગ યુનિટો ઉભા કરે તે માટે ભારત સરકાર મેક ઇન ઇન્ડિયાનું સપનું સેવતી આવી છે. આવા ફોરેન એકમો માટે દરેક રાજ્ય લાલ જાજમ બિછાવીને બેઠા હોય છે. એપલના એસેમ્બલ યુનિટમાં થયેલા તોફાનો બાબતે વડાપ્રધાને પણ ચિંતા વ્યક્ત કરી છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન પણ ખુલાસો કરતાં તતફફ થઇ જાય છે. ગયા શનિવારે વિસ્ટ્રોનના કર્મચારીઓએ મોટી તોડફોેડ કરી હતી. આ તોડફોડના વિડિયો વિદેશના સમાચાર માધ્યમોએ ગાઇ વગાડીને પ્રસારણ કર્યું હતું.
વિદેશની કંપનીઓ ભારતમાં આવે તે માટે કોમર્સ મંત્રાલય દિવસ રાત પ્રયાસો કરે છે. કહે છે કે ૧૦૦૦ કંપનીઓ ભારત આવવા મન મનાવી રહી છે. ભારત સરકાર આવી કંપનીઓને મેન્યુફેકચરીંગ યુનિટો ઉભા કરવા અનેક રાહતો આપતી આવી છે. ચીન અને અમેરિકા વચ્ચેની કોલ્ડ વોરના કારણે ચીન છોડવા જઇ રહેલી અમેરિકી કંપનીઓને ભારત લાવવા સમજાવાઇ હતી. જો યોજના પ્રમાણે આ દરેક કંપનીઓ ભારત આવે તો ભારતમાં બેરોજગારીની સમસ્યા હળવી બની શકે છે. મોટી કંપનીઓ ભારત આવે તો સૌથી મોટો લાભ રોજગારી ઉભો થવાનો છે. ભારત જે સમસ્યાથી પીડાય છે તે બેરોજગારીનું કોઇ તાત્કાલીક સોલ્યુશન સરકાર પાસે નથી.
બેંગલોર નજીક જે વિસ્ટેનમાં તોફાન થયું તેમાં ૫૦૦૦ લોકો કામ કરતા હતા. એપલના દરેક એસેમ્બલીંગ યુનિટ વિસ્ટ્રોન સંભાળે છે.એટલે વિસ્ટ્રોનમાં થયેલી તોડફેાડ એપલમાં થઇ છે એમ કહી શકાય. કર્મચારીઓએ કરેલા તોફાનો પાછળનું કારણ નક્કી થયેલા પગારો નહીં ચૂકવવા તેમજ ઓવરટાઇમના પૈસા નહીં ચૂકવવા વગેરે હતું. એપલ અને વિસ્ટ્રોન બંને અમેરિકી વહિવટી ટચ ધરાવે છે પરંતુ પગારો નક્કી કરતી એજંસીઓ ભારતીય હતી.
જ્યારે કોઇ વિદેશી કંપની ભારતમાં અબજોનું રોકાણ કરવા તૈયાર થાય છે ત્યારે તે રાજકીય સ્થિરતા, ટ્રેડ યુનિયનોનું જોર, સરકારી સહાય, બેંકોની મદદ અને કામદારોની સંખ્યા વગેરે પર બહુ ધ્યાન આપતી હોય છે. આવી કંપનીઓને મંજૂરી માટે દરેક રાજ્યએ સીંગલ વિન્ડો સિસ્ટમ પણ ઉભી કરી છે.
અહીં મહત્વની વાત એ છે કે મોટા ભાગની રાજ્ય સરકારોએ શ્રમ કાયદાને લૂલા બનાવી દીધા છે જેથી કંપનીઓને મનમાની કરવાના ચાન્સ ઉભા થાય છે.
એપલ...નામ
બડે દર્શન ખોટે
જ્યારે કર્ણાટકમાં એપલના આઇ ફોનનું એસેમ્બલીંગ યુનિટ ઉભું કરાયું ત્યારે ભારત માટે તે ગૌરવની વાત હતી. તેને કર્ણાટકની સરકારે અનેક સવલતો આપી હતી. ભારત સરકારે પણ એપલ કંપનીનું નામ આગળ ધરીને અન્ય વિદેશી કંપનીઓને આમંત્રણ પાઠવ્યું હતું. એપલની પ્રોડક્ટનું એસેમ્બલીંગ સંભાળતી વિસ્ટ્રેાન કંપનીએ નક્કી કર્યા પ્રમાણેના પગારો ચૂકવ્યા નહોતા. આ કંપની એમ માનતી હતી કે રાજ્ય સરકાર નો અમને ટેકો છે માટે મનમાની કરી શકીશું. ત્યાં કામ કરનારા પણ જાણી ગયા હતા કે કંપનીની ઉપર સુધી પહોંચ છે માટે તે દાદાગીરી કરી રહી છે. જ્યારે કર્મચારીઓએ ત્રીજું નેત્ર ખોલ્યું ત્યારે બધું ખેદાન મેદાન થઇ ગયું હતું. લોકોના મનમાં એમ હતું કે એપલ એટલે વિશ્વમાં સૌથી મોટી કંપની પરંતુ કામના નાણા ચૂકવણીમાં ધાંધીયાના કારણે એમ કહી શકાય કે નામ બડે દર્શન ખોટે...
સ્થાનિક લોકોને જોબ આપવાનો વિવાદ..જ્યારે કોઇ ગામમાં મેન્યુફેક્ચરીંગ યુનિટ ઉભા કરાય છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને નોકરી પર રાખવાનો વિવાદ ઉભા થાય છે . આવી ફેક્ટરી ઉભી કરાતા પહેલાં સ્થાનિક લોકોને જોબ પર રાખવાનું આશ્વાસન આપવામાં આવે છે પરંતુ થોડા સમય પછી કાર્યક્ષમતાનો મુદ્દો આગળ ધરીને તેમને દુર કરાતા હોય છે. જ્યારે સ્થાનિક લોકોને નોકરી નથી મળતી ત્યારે તે યેન કેન રીતે કંપનીને હેરાન કરતા હોય છે.વારંવારની આવી હેરાનગતીથી કંપનીના પ્રોડક્શન પર ફટકો પડતો હોય છે. વારંવારના વિવાદો અને સ્થાનિક રાજકારણીઓની ચંચુપાતનો સામનો કંપનીઓ કરી શકતી નથી. અંતે તે યુનિટ શિફ્ટ કરી નાખે છે. આવા સમયે રાજ્ય સરકાર પણ મત મેળવવાની લ્હાયમાં વચ્ચે પડતી નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rhRX3B
ConversionConversion EmoticonEmoticon