આ ફ્રિકા એટલે વિશ્વભર માટે જંગલી પ્રાણીઓ જોવા માટેનું સફારીનું સ્થળ. આફ્રિકાના દેશો તેના જંગલો, ઘાસિયા મેદાનો અને પ્રાણી પક્ષીઓની વિવિધતા માટે જાણીતા છે. કેન્યાનું લેક નાકુસ પણ તેની વિશેષતાને કારણે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામ્યું છે. આ તળાવ તેમાં આવતા લાખો ફ્લેમિંગો માટે જાણીતું છે. આખા શિયાળા દરમિયાન આ વિસ્તારમાં ફ્લેમિંગો સિવાય કંઈ જ નજરે પડતું નથી. તળાવની આસપાસ મેદાનો કાળા ગેંડા, જીરાફ અને જંગલી ભેંસો પુષ્કળ જોવા મળે છે. હિંસક પ્રાણીઓ ઓછા હોવાથી આ વનસ્પતિ આહારી પ્રાણીઓ મુક્ત રીતે ફરતાં જોવા મળે છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/345Urbg
ConversionConversion EmoticonEmoticon