માનવ મગજનું અવનવું .


માણસના મગજનું વજન તેના શરીરના વજનના લગભગ બે ટકા જેટલું હોય છે.

મગજ નાનો અવયવ છે છતાં શરીરને મળતા ઓક્સિજનનો સૌથી વધુ ૨૦ ટકા ભાગ મગજ વાપરે છે.

મગજમાં સંદેશા વ્યવહાર અને વિચારો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી થાય છે.

મગજનો ૪૦ ટકા ભાગ સંદેશાવ્યવહાર અને ૬૦ ટકા ભાગ વિચારવાનું કામ કરે છે.

જ્યારે જ્યારે નવો અનુભવ કે યાદ સંગ્રહ થાય છે મગજમાં વિદ્યુત તરંગોના નવા કનેક્શન બને છે.

જીભ ઉપરાંત પેટ, આંતરડા, પેન્ક્રિયાસ અને ફેફસામાં પણ સ્વાદકેન્દ્રો હોય છે.

મગજનો ૬૦ ટકા ભાગ ચરબીનો બનેલો છે.

મગજ સ્થિતિ સ્થાપકતા અને ક્ષમતા જાળવી રાખવા ઘણી બિનજરૂરી બાબતો ભૂલી જાય છે.

માણસ કંઈક નવું શીખે ત્યારે મગજની રચનામાં ફેરફાર થાય છે.

નવજાત શિશુના મગજમાં સૌથી વધુ જ્ઞાાનકોષો હોય છે. શિશુનું મગજ ખોરાકનો ૫૦ ટકા ભાગ મગજમાં વાપરે છે એટલે જ તેને ઉંઘ વધુ જોઈએ છે.

આરામના સમયમાં મગજ પાંચમા ભાગની કેલરી શક્તિ દર મિનિટે વાપરે છે.

મગજમાં જ્ઞાાનકોષો હોવા છતાંય ઈજાની પીડા અનુભવતું નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oHsf6o
Previous
Next Post »