(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 15 ડિસેમ્બર 2020, મંગળવાર
આમિર ખાનનો પુત્ર ઝુનેદ ખાન થિયેટર સાથે વરસોથી જોડાયેલો છે. હવે તે બોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. તેને યશરાજ ફિલ્મસની ફિલ્મ ઓફર થઇ છે જેનું ટાઇટલ મહારાજા હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં ઝુનેદ સાથે હિરોઇન તરીકે શર્વરી વાઘ અને વિલનના રોલમાં જયદીપ અહલાત હશે.
ઝુનેદની આ ફિલ્મ એક પીરિયડ ડ્રામા હશે. કહેવાય છે આ ફિલ્મ સાલ ૧૮૬૨ના એકસત્ય ઘટના પરના કેસ પર આધારિત છે. આ કેસમાં એક મહારાજે મશહુર જર્નાલિસ્ટ અને સમાજસેવક કરસનદાસ મુલજી પર તેના વિરુદ્ધ આર્ટિકલ છાપવા અને હિંદુ ધર્મના વલ્ભાચાર્ય સંપ્રદાયને બદના મકરવાનો આરોપ લગાડયો હતો. સૂત્રની વાત માનીએ તો ઝુનેદ આ ફિલ્મમાં પત્રકારની ભૂમિકા ભજવવાનો છે જ્યારે જયદીપ અહલાવાત મહારાજની ભૂમિકામાં જોવામળશે. જે પોતાની મહિલા ભક્તોનું યોન શોષણ કરતો હોય છે.
આમિરના પુત્રએ પત્રકારના રોલ માટે તૈયારી શરૂ કરી દીધી હોવાનું કહેવાય છે. આમિરે એક સમયે કહ્યું હતું કે, ઝુનેદના બોલીવૂડ ડેબ્યુ માટે એક સારી વાર્તાની તે રાહ જોઇ રહ્યો છે. હવે લાગે છે કે,પિતા-પુત્રની ઇચ્છા પુરી થઇ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34h9UoY
ConversionConversion EmoticonEmoticon