(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.19 ડિસેમ્બર 2020, શનિવાર
અક્ષય કુમાર બોક્સ ઓફિસનો સફળ કલાકાર થઇ ગયો છે. તેની ફિલ્મોને મળતા રિસપોન્સ અને કલેકશન જોઇને અભિનેતાએ પોતાની ફીમાં અધધધ વધારો કર્યો છે. કહેવાય છે કે તેને આગામી ફિલ્મ માટે રૂપિયા ૧૨૬ કરોડ ફી ઓફર કરવામાં આવી છે.
અક્ષય કુમાર વાસુ ભગનાનીની ફિલ્મ બેલ બોટમ માટે રૂપિયા ૧૨૬ કરોડ ફી લીધી હોવાની ચર્ચા છે. અત્યાર સુધીમાં આટલી મોટી રકમ બોલીવૂડમાં હજી મહેનતાણા તરીકે કોઇ કલાકારને મળી નથી. તે આનંદ એલ રાયની ફિલ્મ અતરંગી માટે પણ રૂપિયા ૧૨૦ કરોડ લઇ રહ્યો છે. અભિનેતા બોક્સ ઓફિસની ગેરન્ટી બની ગયો છે અને તેનો લાભ પોતે પણ ઉઠાવી રહ્યો છે.
અક્ષય છેલ્લા ઘણા સમયથી બોક્સ ઓફિસ પર સતત હિટ ફિલ્મો આપી રહ્યો છે. જેથી તેની ફીમાં વધારો થાય એ વ્યાજબી ગણાઇ રહ્યું છે. આ પહેલા બોલીવૂડમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન વધુ ફી લેનારા અભિનેતા કહેવાતા હતા. બોલીવૂડના કલાકારો મહેનતાણા ઉપરાંત ફિલ્મના નફામાં પણ પોતાનો હિસ્સો રાખતા હોય છે.
જોકે જાણકારોનું કહેવું છે કે, હવે ટોચના કલાકારોએ પોતાની ફી લેવાની પદ્ધતિ બદલી નાખી છે. તેથી તેઓ કેટલું મહેનતાણું લઇ રહ્યા છે તે જાણવું મુશ્કેલ થઇ ગયું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38jOw3z
ConversionConversion EmoticonEmoticon