રબરની ઈલાસ્ટીસીટીનું વિજ્ઞાાન


ઈ લાસ્ટિકની પટ્ટીનો ઉપયોગ જાણીતો છે. કેટલાક પોષાક અને ખાસ કરીને મોજાં વિગેરેમાં તેનો ઉપયોગ જાણીતો છે. કેટલાક પદાર્થો ઈલાસ્ટિસીટીના ગુણથી આપણા રોજીંદા જીવનમાં સરળતા આવી છે. રબર બેન્ડ તો અવાર નવાર ઉપયોગી થતી ચીજ છે. ઘન પદાર્થો દબાણ કરવાથી કે ખેંચવાથી વિસ્તાર પામતાં કે સંકોચાતા નથી પરંતુ રબર જેવા ઘણા પદાર્થો દબાણ આપવાથી થોડાં ઘણાં સંકોચાય અને દબાણ હટાવી લેતા મૂળ સ્થિતિમાં આવી જાય છે. આ ગુણને સ્થિતિસ્થાપકતા કે ઈલાસ્ટિસીટી કહે છે. લોખંડ સ્થિતિસ્થાપક નથી પરંતુ પાતળા તારમાંથી બનેલી સ્પ્રિંગ સ્થિતિસ્થાપક છે.

માણસના હાડકાં પણ સ્થિતિસ્થાપક હોય છે. સ્થિતિસ્થાપક પદાર્થો વધુ આંચકા સહન કરી શકે છે અને જલદી તૂટતા નથી. સૂતરના દોરા ખેંચવાથી તૂટી જાય પણ રબર ખેંચવાથી લાંબું થાય પણ તૂટે નહીં.

સ્થિતિ સ્થાપક પદાર્થોમાં અણુઓ સંભવિત દબાણથી ચોક્કસ અંતરે ગોઠવાયેલા હોય છે. અણુઓ વચ્ચે થોડી જગ્યા હોય છે અને તેના કદ પ્રમાણે વજન પણ ઓછું હોય છે. રબર સૌથી વધુ સ્થિતિ સ્થાપક કહેવાય છે પરંતુ તે સાચું નથી. રબર કરતાં સ્ટીલની સ્પ્રિંગ વધુ સ્થિતિસ્થાપક છે. રબર બેન્ડ વધુ વખત ખેંચવાથી મૂળ સ્થિતિ કરતાં લાંબુ થાય છે પરંતુ સ્ટીલની સ્પ્રિંગ હજારો વખત દબાય કે ખેંચાય પરંતુ તેનો મૂળ આકાર જળવાઈ રહે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oFEqkV
Previous
Next Post »