હ વામાન અને વાતાવરણની વિપરિત અસરથી બચવા મોટા ભાગના પ્રાણીઓ અને જીવજંતુઓની ચામડીની રચના વિશિષ્ટ હોય છે. કેટલાકના શરીર પર ભરચક વાળ હોય છે. પરંતુ સાપની વાત જુદી છે સાપને પગ હોતા નથી તે પેટ ઘસડીને જમીન પર ચાલે છે. સાંકડા દરમાં પ્રવેશતી વખતે તેનું શરીર ઘસાય છે. તે ગરમી, ઠંડી, ખરબચડી કે ધૂળવાળી જમીન પર ચાલે છે. તેથી તેની ચામડી હંમેશાં સુંવાળી અને મજબૂત રહે તે જરૂરી છે આથી તેના શરીર પર પારદર્શક આવરણ હોય એટલે બીજી વધારાની ચામડી.
સાપ દર મહિને આ આવરણ કાઢીને નવું ધારણ કરે છે ઉપલુ પડ ઘસાઈને બગડી જાય ત્યારે તે આવરણ બદલવા દરમાં સંતાઈ જાય છે તેને કાંચળી બદલવાની ક્રિયા કહે છે. આ સમયે તેના શરીરમાંથી ચીકણું પ્રવાહી પેદા થઈ નવી ચામડી તૈયાર થઈ જાય એટલે સાપ મોં વડે ઉપલું નકામું પડ તોડીને મોજામાંથી બહાર નીકળતો હોય તેમ બહાર નીકળે છે. અને જૂની ચામડી છોડીને ચાલ્યો જાય છે. જંગલમાં સાપની આ જૂની ચામડી
પડેલી જોવા મળે છે અને તેને સાપની કાંચળી કહે છે તે સફેદ રંગની પાતળા પ્લાસ્ટિકના પડ જેવી હોય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35uHPdG
ConversionConversion EmoticonEmoticon