
પ્ર તિ વર્ષ સ્વામી વિવેકાનંદજીની જન્મતિથિ ૧૨ જાન્યુઆરી 'રાષ્ટ્રિય યુવાદિને રૂપમાં ઉજવાય છે. કેમ કે સ્વામી વિવેકાનંદનાં જીવન, દર્શન અને ઉપદેશમાંથી જ આજની યુવા પેઢીને વિવિધ સમસ્યાઓનું સમાધાન મળી આવે છે. વર્તમાન સમયના યુવાનો આજે એક સાથે અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે. જેમાં સૌથી મોટી સમસ્યા મનની એકાગ્રતાની છે. આજનો યુગ સ્પર્ધાનો યુગ કહેવાયો છે. જેમાં સૌને ડગલે પગલે અનેક સ્પર્ધાઓનો મુકાબલો કરવો પડે છે.
આજનાં વિદ્યાર્થીને કોઈ પણ શાળા, સંસ્થા કે વ્યવસાયમાં પ્રવેશ માટે જાત જાતની પરિક્ષાઓ આપવાની હોય છે. એ ઉપરાંત સમાજમાં આજે 'સોશિયલ મિડિયા'નો વ્યાપ વધ્યો છે. 'મોબાઈલ ફોન'નું દૂષણ પણ વધ્યું છે. આને કારણે લોકોમાં માનસિક એકાગ્રતાનો અભાવ જોવા મળે છે. તેઓનું મન ચંચળ બન્યું છે. આથી સૌ જીવનમાં સફળતા મેળવી શક્તા નથી. આને લીધે સમાજમાં હતાશાનું પ્રમાણ પણ વધ્યું છે.
આ સિવાય પણ યુવાવર્ગ અનેક નિમ્ન માનસિકતાના ભોગ બને છે. પ્રાશ્ચાત્ય સંસ્કૃતિની અસર કારણે યુવાનો પોતાનાં લક્ષ્યથી ભટકી ગયા છે. વિદેશી સમાજનાં આંધળા અનુકરણ કરવાથી તેમના સબંધોમાં ઘણી બધી સમસ્યા ઉભી થઈ છે. એમાંય જો તેઓનાં અંગત સબંધો બગડે તો તેમને ઘણો આઘાત લાગે છે. જેના લીધે તેમના મનમાં નિરાશા જન્મે છે. આવે સમયે જો સ્વામી વિવેકાનંદના સાહિત્યનું પઠન કરવામાં આવે તો માનસિક પણ ઘણું આશ્વાસન મળે છે.
વિવેકાનંદજીએ જગતને 'તાણ-દબાણ વ્યવસ્થાપન' સમય વ્યવસ્થાપન માનસિકતાનું વ્યવસ્થાપન જેવા સૂત્રો આપેલા છે. તે જ પ્રમાણે હતાશા- નિરાશાની ક્ષણોમાં સ્વામી વિવેકાનંદજીનો આ ઉપદેશ સૌને પ્રેરણારુપ બને છે.
'ઓ સિંહો ! આ મિથ્યા ભ્રમને ખંખેરીને ફેંકી દયો કે તમે ઘેટા છો. તમે તો સિંહ છો. અજર અમર આત્મા છો. તમારા દરેકમાં આત્માની અનંત શક્તિ રહેલી છે. આ બધી શક્તિને જાગૃત કરો અને બધી સમસ્યાઓનો હિંમતપૂર્વક સામનો કરો.'
એવી જ રીતે યુવાવર્ગ વિવિધ કારણોથી ભયભીત થતો હોય છે, ત્યારે સ્વામી વિવેકાનંદ યુવાનોને નિર્ભય બનવાનો સંદેશ આપતા કહે છે, 'ઉપનિષદોમાંથી બોમ્બ માફક ઉતરી આવતો અને અજ્ઞાાનતાની રાશિ ઉપર બોમ્બગોળાની જેમ તૂટી પડતો જો કોઈ શબ્દ તમને જડી આવતો હોય તો તે છે,' અભય' નિર્ભય બનો, નિર્ભય બનો !'
સ્વામી વિવેકાનંદ કહે છે,'શ્રદ્ધા, પોતાની જાતમાંની શ્રદ્ધા ઇશ્વરમાંની શ્રદ્ધા આ છે મહાનતાનું રહસ્ય.
'મારા મિત્રો, તમારા એક સગા ભાઈ તરીકે, જીવન અને મૃત્યુમાં તમારા સાથી તરીકે, હું તમને કહેવા માગું છું કે આપણે જોઈએ છે, સામર્થ્ય અને હર સમયે સામર્થ્ય !'
જો તમારી જાતને તમે નિર્બળ માનશો, તો તમે કાયમ નિર્બળ રહેશો. પણ જો તમે તમારી જાતને શક્તિ શાળી માનસો, તો તમે શક્તિશાળી બનશો.
' જે કંઈ શક્તિ અને તમને આધાર જોતો હોય તો તે તમારી અંદર જ છે. માટે તમારૂં ભાવિ તમારી જાતે જ ઘડો.'
- પરેશ અંતાણી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YYrdsa
ConversionConversion EmoticonEmoticon