
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.01 સપ્ટેમ્બર 2020, મંગળવાર
દિશા પટણી પોતાની સુંદરતાની સાથેસાથે ફિટનેસ પર પણ પૂરતું ધ્યાન આપી રહી છે. એક ઓનલાઇન સર્વેના અનુસાર, દિશા ૨૦૧૯ની મોસ્ટ ડિઝાયરેબલ વુમન બની ગઇ છે. તેણે પોતાની આ ઉપલબ્ધિ પર એક પોસ્ટ પણ શેર કરી છે. આ સર્વેના અનુસાર, દિશાએ મોસ્ટ ડિઝાયેરબલ વૂમન ઓફ ૨૦૧૯માં પ્રથમ સ્થાન પામ્યું છે. સર્વેમાં ભારતીય ફીમેલ સેલિબ્રિટિઝની ટોપ ૫૦ની રેકિંગ આપવામાં આવી છે, જે મહિલાઓ અલગ-અલગ ક્ષેત્રો સાથે જોડાયેલી છે. આ સર્વેમાં સેલેબ્સનું લુક, કોન્ફિડન્સ, ટેલન્ટ અને સ્ટાઇલ પર આધારિત પસંદગી કરવામાં આવે છે.
દિશા પટાણીએ આ સર્વેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમજ તેણે આભાર પણ માન્યો છે. તેણે ટાંક્યું છે કે, ખૂબ બધો પ્રેમ, મારા પ્યારા ફેન્સનેવગર શરતનો આટલો બધો પ્રેમ આપવા બદલ.
દિશા ઉત્તર પ્રદેશના બરેલીમાં જન્મી છે. તેને તો સાઇનટિસ્ટ બનવાની ઇચ્છા હતી અને એના શમણાં પણ જોતી હતી.પરંતુ ૨૦૧૧માં લખનઊની એમિટિ યૂનિવર્સિટીમાં બાયોટેકના અભ્યાસ દરમિયાન જ તેણે મોડલિંગ શરૂ કર્યું અને ફેમિના મિસ ઇંદોર કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ કર્યું હતું જેમાં તે પ્રથમ રનર અપ રહી હતી. આ પછી દિશાએ વિજ્ઞાાપનોમાં કામ કરવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવી લીધું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EZtPz6
ConversionConversion EmoticonEmoticon