
મે ઘાલયના ચેરાપૂંજી નજીક આવેલો ધોધ નોહાકાલીકાય ૩૪૦ મીટરની ઊંચાઈથી
પડે છે. દેશનો આ સૌથી ઊંચો ધોધ ૨૩ મીટર પહોળો છે. આ ધોધ દરિયાની સપાટીથી ૧૨૩૯ મીટરની ઊંચાઈએ આવેલો છે.
ચેરાપૂંજી સૌથી વધુ વરસાદ માટે પણ જાણીતું છે.
નોહકાલીકાય ધોધ સાથે કા લિકાઈ નામની મહિલાની દંતકથા વણાયેલી છે. તેના નામ પરથી આ ધોધનું નામ નોહકાલીકાય પડેલું.
આ ધોધ જ્યાં પડે છે તે સ્થળે એકઠું થયેલું પાણી લીલા રંગનું હોય છે. ઊંચા ખડકો અને ગાઢ જંગલો વચ્ચે આવેલો આ ધોધ દુર્ગમ છે. આ ધોધ શિલોંગથી ૫૩ કિલોમીટરના અંતરે છે.
ચેરાપૂંજીના જંગલો ભારે વરસાદને કારણે સમૃધ્ધ છે. ચેરાપૂંજી આસપાસ અનેક ધોધ છે. ખસી હિલ્સ ઉપર આવેલી ઈકો પાર્ક, દાઈનથેલેન ધોધ, ક્રેમની ગુફાઓ વગેરે જોવા લાયક સ્થળો છે. રામકૃષ્ણ મિશન પણ આ સ્થળે આવેલું છે. વૃક્ષોના જીવંત મૂળિયાના બનેલા પૂલો અહીં જોવા મળે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EGVtke
ConversionConversion EmoticonEmoticon