સૌથી લાંબા પગવાળો કરોળિયો ડેડી લોંગ લેગ સ્પાઇડર


કરોળિયા અજાયબ જીવ છે. જાળા બાંધવાની કરામત જાણતા આ એક માત્ર જંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે અને તે પણ હજારો જાતના હોય છે. કરોળિયાના છ 

પગ તેના વિશિષ્ટ અંગ છે. પગ વડે જ તે જાળા ગૂંથે છે. સામાન્ય રીતે તેના પગ શરીરના કદના પ્રમાણમાં લાંબા હોય છે તેમાંય ડેડી લોંગ લેગ સ્પાઇડરના પગ સૌથી લાંબા છે. અર્ધો સેન્ટીમીટર કદના આ કરોળિયાના પગ પાંચ સેન્ટીમીટર લાંબા હોય છે. ભેજવાળા અવાવરૂ મકાનો, ભોંયરા અને ગુફાઓમાં આ કરોળિયા હોય છે.  તેને જાળા બાંધતા આવડતું ન હોય તેમ ગૂંચવાડા ભર્યા જાળા બાંધે છે.

આ કરોળિયાને આઠ આંખ હોય છે તેના શરીર પર કાળી લીટીઓ હોય છે. માખી કે મચ્છર જેવા જીવ તેના જાળામાં ફસાય તો આ કરોળિયા શરીર ધ્રુજાવી જાળાને હલાવે છે એટલે શિકાર વધુ ગૂંચવાય છે. આ કરોળિયાને વાઇબ્રેટિંગ સ્પાઇડર પણ કહે છે. તેના ડંખ ઝેરી હોય છે અને બીજા કરોળિયાનો પણ શિકાર કરે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hpvLQ4
Previous
Next Post »