રણપ્રદેશની રેતીની સમાંતર લહેરોનું વિજ્ઞાાન


દરિયાના પાણીની સપાટી પર મોજાં, અને તરંગો રચાય છે. આ તરંગો સમાંતર વહેતા વહેતા કિનારે આવે છે. આ સુંદર દ્રશ્ય પવનને આભારી છે. પવન આ જ રીતે રણપ્રદેશની રેતીમાં પણ સમાંતર લહેરો રચીને સુંદર બનાવે છે. ખૂબ જ કાળજીપૂર્વક બનાવેલા હોય તેમ સમાંતર અને એક સરખી ઊંચાઈના રેતીની લહેરોનું વિજ્ઞાાન પણ જાણવા જેવું છે.

રણપ્રદેશ એટલે રેતીનો દરિયો. વેગીલા પવનોને કારણે રેતી ઊડતી હોય છે. રેતીના કણ પરસ્પર ઘસાઈને એક સરખા ગોળાકાર બની ગયા હોય છે. પવન આવે ત્યારે રેતી ઊડે અને પવન મંદ પડે એટલે જમીન પર બેસે. આ રેતીના કણો પવનની સાથે સરખી ઊંચાઈએ ગયા હોય છે અને એક સાથે જમીન પર આવીને ગોઠવાય એટલે કતાર બંધ રહે. ઝીણા કણો એકબીજા પર પડીને પ્રવાહીની જેમ રેલાય છે. પવન મંદ પડે ત્યારે ઊડતા કણોને અચાનક બ્રેક લાગે અને પાછળથી આવતા કણો તેને ધક્કો મારે આ ધક્કામૂક્કી નિયમિત હોય છે એટલે સમાંતર સેર રચાય છે. જમીન પર પવનના પ્રમાણમાં એક પછી એક હરોળ બનતી જાય છે. લહેરો વાંકીચૂકી હોઈ શકે પણ સમાંતર જ હોય છે. રણપ્રદેશનું આ અલૌકિક દૃશ્ય જોવા જેવું હોય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MUCH9W
Previous
Next Post »