મિલ્કી વેવમાં ૩૬ જેટલી બુધ્ધિજીવી સભ્યતા હોઇ શકે છે - સ્ટડી


લંડન,૧૬,જુન,૨૦૨૦,મંગળવાર

પૃથ્વી પર માનવી અને અગણિત જીવસૃષ્ટ છે પરંતુ બ્રહ્માંડના બીજા કોઇ ગ્રહ પર જીવસૃષ્ટિ જોવા મળે છે કે કેમ તે હંમેશા વિજ્ઞાાનીઓ માટે જીજ્ઞાાસાનો વિષય રહયો છે. સમયાંતરે રિસર્ચ પેપર અને દાવો પ્રકાશિત થતા રહે છે. હમણાં થયેલા એક નવા સંશોધન મુજબ આપણી આકાશગંગા મેદાકિનીમાં ૩૬ જેટલી બુધ્ધિજીવી સભ્યતા (ઇન્ટેલિજન્સ  સિવિલાઇઝેશન્સ) હોઇ શકે છે. આ સભ્યતા સાથે પૃથ્વીવાસીઓ સાથે સંવાદ સાથે શકે તેવી હોવી જોઇએ. વૈજ્ઞાાનિકોના જણાવ્યા મુજબ આ સભ્યતાને બનવામાં ૫ અબજ વર્ષ જેટલો સમય લાગે છે.પૃથ્વીની વાત કરીએ તો બુધ્ધિમાન સભ્યતા બનતા સાડા ચાર અબજ વર્ષ લાગ્યા હતા. ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલમાં પ્રકાશિત વિગતો મુજબ મંદાકિની મિલ્કી વેવમાં આપણા જેવી ઇન્ટેલિજન્સ સિવિલાઇઝેશન હોઇ શકે છે. જો કે વર્તમાન સમયમાં તેનો સંપર્ક કરવો ઘણો જ મુશ્કેલ છે.


આ સભ્યતા ૧૭૦૦૦ પ્રકાશ વર્ષ જેટલી દૂર હોય તેવા સંજોગોમાં  નકકર અંદાજ લગાવવો શકય નથી. હાલના સમયના તમામ વૈજ્ઞાાનિક સંસાધનો તેના માટે ટૂંકા પડે છે. આ પૂર્વાનુમાન સ્ટડી ઇગ્લેન્ડના નોટિંઘમ યૂનિવર્સિટીના પ્રોફેસર ક્રિસ્ટોફર કોંસેલિચેએ કર્યુ છે. આ અભ્યાસનો હેતું બ્રહ્નાંડમાં જીવન વિકાસની શકયતાને સમજવાનો હતો. જીવન કેવી રીતે પેદા થયું અને તેનું અસ્તિત્વ કેટલા સમય સુધી રહેશે એ પણ જાણવું હતું. પૃથ્વી પર જ માનવ સભ્યતા છે આ ઉપરાંત આપણી આકાશગંગાના કોઇ ગ્રહ પર જીવન નહી ધબકતું હોય તેવું માનવાને કોઇ કારણ નથી.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YCT3Jy
Previous
Next Post »